પૃથ્વી શો નહીં પરંતુ આ ઘાતક ખેલાડી જલ્દી લેશે રોહિત શર્માનું સ્થાન, ટીમ ઇન્ડિયાને મળશે નવો હિટમેન…
હાલ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને દબદબો બનાવી રાખ્યો છે. ત્રણ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી ત્રણ વન-ડે મેચનો પ્રારંભ થશે. વન-ડે માટે ભારતીય ટીમની જાહેરાત બીસીસીઆઇ દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે.
2023 વર્લ્ડકપ દૂર નથી, જેના માટે ટીમ ઇન્ડિયાએ અત્યારથી તૈયારી કરવી પડશે. 2023 વર્લ્ડકપ ભારતમાં યોજાય તેવી શક્યતા છે. તેથી ભારતીય ટીમ જીતવા પૂરેપૂરી તાકાત લગાવશે. ટીમ ઇન્ડિયામાં સ્પર્ધા સતત વધી રહી છે. જેના કારણે આગામી ત્રણથી ચાર વર્ષમાં હિટમેન રોહિત શર્માની મુશ્કેલીઓ વધી શકે છે.
રોહિત શર્મા હાલમાં 34 વર્ષનો છે અને તે ત્રણ થી ચાર વર્ષ પછી વધુ રમી શકશે નહીં. હાલમાં જોઇએ તો મુંબઇમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ ટેસ્ટ સીરીઝમાંથી તે બહાર થયો છે. આ ઉપરાંત વનડે સિરીઝમાંથી પણ બહાર થઇ શકે છે. ટીમ ઇન્ડિયામાં એક એવો મજબૂત ખેલાડી છે કે જે હિટમેન રોહિત શર્માનું સ્થાન લઇ શકે છે.
તમને જણાવી દઇએ કે આ ખેલાડી ઇશાન કિશન છે. ઇશાન કિશન બેટિંગની સાથે વિકેટકીપિંગમાં પણ નિષ્ણાંત છે. આઇપીએલ 2021માં મુંબઇ ઇન્ડિયન્સને પ્લેઓફમાં પહોંચવા માટે હૈદરાબાદ સામે મોટી જીતની જરૂર હતી. જેમાં ઇશાન કિશને 32 બોલમાં 84 રન બનાવીને ટીમને શાનદાર જીત અપાવી હતી. આવી ધમાકેદાર ઇનિંગ જોઇને બધા આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા.
ઇશાન કિશન એક યુવા ખેલાડી છે અને આટલી નાની ઉંમરે તે ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. ટીમ ઇન્ડિયાને આ ખેલાડીનો લાભ ભવિષ્યમાં મળી શકે તેમ છે. ઇશાન કિશન લાંબી સિક્સર મારવાની કળા ધરાવે છે. આ ખેલાડી લાંબી ઇનિંગ રમી શકે છે. ભારતીય ટીમ માટે આ ખેલાડી એક હિટમેન સાબિત થઇ શકે છે.
ઇશાન કિશનની બેટિંગમાં એટલી તાકાત રહેલી છે કે તે એકલા હાથે મેચ પલટો કરી શકે છે. ઇશાન કિશન આગામી દિવસોમાં રોહિત શર્માનું સ્થાન લઇ શકે છે અને ભારતીય ટીમને એક નવો ઓપનિંગ ખેલાડી મળી શકે છે. સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવી શકે છે.