પંત, રાહુલ કે કિશન નહીઁ પરંતુ ત્રીજી વન-ડે મેચમાં આ ઘાતક ખેલાડી કરશે રોહિત શર્માની સાથે ઓપનિંગ…
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમે પ્રથમ બંને મેચમાં વિજય મેળવ્યો છે. આ સાથે જ ભારતીય ટીમ 2-0થી આગળ ચાલી રહી છે. 11 ફેબ્રુઆરી શુક્રવારના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રીજી વન-ડે મેચ રમાવાની છે. તે મેચમાં ભારતીય ટીમમાં ઘણા ફેરફાર થઇ શકે છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ બંને વન-ડે મેચમાં ભારતીય ટીમે જીત હાંસલ કરી છે. રોહિત શર્માએ આ બંને મેચમાં જીત મેળવ્યા બાદ પણ ખેલાડીઓને કઇ રીતે વધુ સારું પરફોર્મન્સ આપવું તે બાબતે મહત્ત્વપૂર્ણ સંદેશો પણ આપ્યો હતો. સિરીઝ જીત્યા બાદ હવે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં નવા ખેલાડીઓને તક મળી શકે છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ વન-ડે મેચમાં ઇશાન કિશનને ઓપનિંગ કરવા માટે મેદાને ઉતર્યો હતો, પરંતુ તે પોતાના પરફોર્મન્સમાં નિષ્ફળ સાબિત થયો હતો. બીજી વન-ડે મેચમાં રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ તે પણ નિષ્ફળ સાબિત થવાને કારણે ત્રીજી વન-ડે મેચમાં આ ઘાતક ખેલાડીને ઓપનિંગ કરવા માટે મેદાને ઉતરી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે ડાબા હાથનો ભારતીય બેટ્સમેન શિખર ધવનને ઘણા લાંબા સમય પછી આ સિરીઝમાં તક આપવામાં આવી છે. પરંતુ પ્રથમ વન-ડે મેચ પહેલા આ ખેલાડી કોરોના સંક્રમિત થયો હોવાને કારણે તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું. હાલમાં તે સ્વસ્થ હોવાને કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં આ ખેલાડી ઓપનિંગ કરતો જોવા મળશે.
ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનું સ્થાન ભારતીય ટીમમાં ખૂબ જ મહત્વનું ગણાય છે. આ ઉપરાંત રોહિત અને શિખર ધવનની જોડી વિશ્વભરમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે. આ જોડીએ અનેક વિરોધી ટીમોને હરાવી છે. આ ઉપરાંત આ બંનેની જોડી લાંબી ઇનિંગ્સ રમવા માટે જાણીતી છે. આ બંનેની જોડીએ અનેક દિગ્ગજ ટીમો સામે રનનો મોટો સ્કોર નોંધાવ્યો છે.
ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મ અને ઇજાગ્રસ્ત હોવાના કારણે ટીમમાંથી બહાર રહ્યો હતો. તાજેતરમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં શિખર ધવનને ઓપનિંગ બેટ્સમેન તરીકે તક આપવામાં આવશે.