પંત કે સાહા નહીં પરંતુ અશ્વિનના મતે આ છે શ્રેષ્ઠ ભારતીય વિકેટકીપર…

ટી 20 વર્લ્ડકપ પછી ટી 20 ફોર્મેટમાંથી વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ ભારતના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્મા કેપ્ટન બન્યા પછી ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઘણા બધા સીનિયર ખેલાડીઓની પણ વાપસી થઈ છે. જેમાં ચાર વર્ષ બાદ રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સ્થાન મળતા તેણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

રવિચંદ્રન અશ્વિન છેલ્લા ઘણા સમયથી ટીમમાંથી બહાર થયો હતો. તે પોતાની જાદુઇ બોલિંગ માટે જાણીતો છે. અશ્વિનના ઘાતક ફોર્મનો અંદાજ તેના પ્રદર્શન પરથી લગાવી શકાય છે. તેણે છેલ્લી 5 મેચમાં 9 વિકેટ ઝડપી છે અને તે પોતાના સ્પેલમાં ખૂબ જ ઓછા રન આપે છે. અશ્વિને સફેદ બોલ ક્રિકેટમાં અત્યાર સુધીમાં કુલ 211 અને લાલ બોલ ક્રિકેટમાં 427 વિકેટ ઝડપી છે.

ટેસ્ટ ક્રિકેટ હોય કે પછી સફેદ બોલ ક્રિકેટ હોય સ્પિનરોને હંમેશા વિકેટકીપર મદદ કરતા હોય છે. ક્રિકેટમાં વિકેટકીપરની ભૂમિકા સૌથી મહત્વની હોય છે. તે વિકેટની પાછળ રહીને બોલરોની મદદ કરે છે. વિકેટકીપરનું ધ્યાન સમગ્ર મેદાન પર હોય છે. આ સિવાય તે બેટ્સમેનની સ્થિતિ જાણતો હોય છે. તેથી તે ડીઆરએસ લેવામાં પણ મદદ કરે છે. એક ઇન્ટરવ્યૂમાં જ્યારે અશ્વિનને પૂછવામાં આવ્યું કે તેના મતે સર્વશ્રેષ્ઠ વિકેટકીપર કોણ છે ત્યારે તેણે પંતકે સાહાને નહીં પરંતુ આ વિકેટકીપરને સર્વશ્રેષ્ઠ વિકેટકીપર ગણાવ્યો હતો.

રવિચંદ્રન અશ્વિને જણાવ્યું હતું કે ભારતીય ટીમમાં રિષભ પંત, રિદ્ધિમાન સાહા, દિનેશ કાર્તિક અને મહેન્દ્રસિંહ ધોનીની સાથે હું રહ્યો છું. પરંતુ તેમાં પણ સર્વશ્રેષ્ઠ વિકેટકીપરની વાત કરવામાં આવે તો તે મહેન્દ્રસિંહ ધોની છે. કેચ હોય કે પછી સ્ટેમ્પિંગ હોય મહેન્દ્રસિંહ ધોની ક્યારેય ચૂકતા નથી. વિકેટકીપિંગની સાથે તે બોલરોને પણ માર્ગદર્શન આપે છે.

મહેન્દ્રસિંહ ધોની શાંત અને ચતુર છે. તેની બેટિંગથી દુનિયાના ખતરનાક બોલરો ડરે છે. તે એક ઘાતક ફીનીશર છે. દુનિયા તેને કેપ્ટન કૂલના નામે જાણે છે. મેચમાં પલટવાર કરવામાં સૌથી વધારે ચતુર મહેન્દ્રસિંહ ધોનીને માનવામાં આવે છે. ધોની બોલરને DRS લેવામાં પણ મદદ કરે છે. તેને દુનિયાભરમાં સર્વશ્રેષ્ઠ કેપ્ટન માનવામાં આવે છે. 2020માં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે પોતાના કરિયરમાં 829 ખેલાડીઓને આઉટ કર્યા છે, જેમાં 634 કેચ અને 195 સ્ટમ્પિંગ કર્યા છે.

મહેન્દ્રસિંહ ધોનીને સર્વશ્રેષ્ઠ વિકેટકીપર ગણાવ્યા બાદ અશ્વિને જણાવ્યું હતું કે હાલમાં રિષભ પંત પણ સારી રીતે વિકેટકીપરની ભૂમિકા નિભાવી રહ્યો છે. રોહિત શર્મા કેપ્ટન બન્યા પછી ઘણા ખેલાડીઓ ટીમમાં સામેલ થયા છે. 26 ડિસેમ્બરના રોજ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝની શરૂઆત થશે અને ત્યારબાદ 19 જાન્યુઆરીના રોજ વનડે સિરીઝનો પ્રારંભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *