પંત કે રાહુલ નહીં પરંતુ શેન વોર્નના મતે આ ખેલાડી બનવો જોઇએ ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન…
તાજેતરમાં ભારતીય ટીમનો સાઉથ આફ્રિકા પ્રવાસ પૂર્ણ થયો છે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં ભારતે 1-2થી ટેસ્ટ સીરીઝમાં હાર મેળવી છે. હાર મેળવ્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. અચાનક રાજીનામાની જાહેર કરતા ક્રિકેટ જગત ચોંકી ઉઠયુ હતું. ભારતીય મેનેજમેન્ટ ટીમ હાલમાં નવા ટેસ્ટ કેપ્ટનની શોધમાં મનોમંથન કરી રહી છે.
ટી-20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ બીસીસીઆઈ દ્વારા વિરાટ કોહલી પાસેથી વન-ડે ફોર્મેટની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી. આ બંને ફોર્મેટના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માને પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે અચાનક વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપતા ભારતીય મેનેજમેન્ટ ટીમે ફરી એકવાર કેપ્ટનની શોધ શરૂ કરી છે.
ભારતીય ટીમના ટેસ્ટ કેપ્ટન તરીકે ઘણા ખેલાડીઓ દાવેદાર છે અને આ રેસમાં ઘણા ખેલાડીઓ ચાલી રહ્યા છે. ભારતીય ટીમના ટેસ્ટ કેપ્ટન માટે ઘણા દિગ્ગજોએ પોતાના નિવેદનો પણ આપ્યા છે. ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્ને તાજેતરમાં કહ્યું છે કે આ ઘાતક ખેલાડી ભારતીય ટીમનો આગામી ટેસ્ટ કેપ્ટન બનવો જોઇએ.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પીનર શેન વોર્ને ભારતીય ટીમ વિશે વાત કરતા કહ્યું કે કેએલ રાહુલ અને રિષભ પંત પણ આ રેસમાં દાવેદાર છે, પરંતુ આ બંને ખેલાડીઓ વિકેટકીપર છે. વિકેટકીપર હંમેશા એક સારો વાઇસ કેપ્ટન બની શકે છે. આ બંને ખેલાડીઓ ભારતીય ટીમની જવાબદારી સારી રીતે નિભાવી શકે છે, પરંતુ તેના કરતા પણ અનુભવી ખેલાડીઓ ટીમમાં ઉપલબ્ધ હોવાને કારણે તેને તક આપવામાં આવશે.
શેન વોર્ને કહ્યું કે રોહિત શર્મા ટેસ્ટ કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે. તે ભારતીય ટીમને થોડા વર્ષો સુધી સંભાળી શકે છે, પરંતુ જો ભારતીય ટીમ લાંબા સમય માટે વિચારી રહી હોય તો અન્ય ખેલાડીને તૈયાર કરવો પડશે. રોહિતને તાજેતરમાં જ ટૂંકા ફોર્મેટના કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. બીસીસીઆઇ પણ એવું ઈચ્છે છે કે ત્રણેય ફોર્મેટમાં એક જ કેપ્ટન હોવો જોઇએ. આવી સ્થિતિમાં રોહિત શર્માને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવાની તક મળી શકે છે.
ભારતીય ટીમ આગામી ટેસ્ટ સીરીઝમાં નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. રોહિત શર્મા ટેસ્ટ ટીમનો કેપ્ટન બનશે તો પ્લેઇંગ ઇલેવનમાં પણ ફેરફાર કરી શકે છે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં હારનું કારણ બનેલા ખેલાડીઓ બહાર થઇ શકે છે અને યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.