પંત કે રાહુલ નહીં પરંતુ આ બે માંથી કોઇ એક ખેલાડી બનશે ટેસ્ટ ટીમનો કેપ્ટન…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. વિરાટ કોહલીએ અચાનક કેપ્ટન પદ છોડ્યા બાદ ઘણા અલગ અલગ નામો આ પદ માટે સામે આવી રહ્યા છે. એક બાજુ ભારતીય ટીમ વનડે સિરીઝની તૈયારી કરી રહી છે અને બીજી બાજુ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટનની શોધમાં પણ છે.

સપ્ટેમ્બર 2021માં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટી 20 ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ બીસીસીઆઇ દ્વારા વનડે ફોર્મેટમાંથી તેને કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો હતો. ટૂંકા ફોર્મેટમાં કેપ્ટન તરીકેની જવાબદારી રોહિત શર્માને સોંપવામાં આવી હતી. વર્ષ 2021 દરમિયાન ભારતીય ટીમમાં ઘણી હલચલો જોવા મળી છે.

ભારતીય ટીમના ટેસ્ટ ફોર્મેટના નવા કેપ્ટનની રેસમાં ઘણા ખેલાડીઓ દાવેદાર છે. કેએલ રાહુલ અને રિષભ પંતને એક વર્ષનો સમય આપવો જોઇએ અને તેમને તૈયારી કરવાની છૂટ આપવી જોઇએ. આ બંને ખેલાડીઓ અનુભવ ન ધરાવતા હોવાથી ટેસ્ટ ટીમના કેપ્ટન બની શકે નહીં. અન્ય બે દિગ્ગજ ખેલાડીઓ આ પદ માટે મોટા દાવેદાર માનવામાં આવે છે. તો ચાલો જાણીએ તે બંને ખેલાડી કોણ છે.

ભારતીય ટીમના ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન તરીકેની રેસમાં સૌથી મોખરે રોહિત શર્માનું નામ છે. કારણ કે તાજેતરમાં તેને ટી 20 અને વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને ટેસ્ટ ટીમમાં પણ તેને વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ અચાનક વિરાટ કોહલીએ રાજીનામું આપ્યા બાદ આ ખેલાડી કેપ્ટન બની શકે છે.

ભારતીય ટીમના ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન માટે રવિચંદ્રન અશ્વિન પણ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. રવિચંદ્રન અશ્વિન ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં પોતાનું સ્થાન ધરાવે છે. અશ્વિન ખુબ જ અનુભવવા ધરાવતો ખેલાડી છે. તે ઘરેલુ અને વિદેશી પ્રવાસ બંનેમાં પોતાનું શક્તિ પ્રદર્શન કરતો હોય છે. આ ખેલાડી વિરાટ કોહલી બાદ ટેસ્ટ ટીમનો કેપ્ટન બની શકે છે.

તાજેતરમાં જ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની છે. આ સિરીઝ જીતીને ભારતીય ટીમ હારનો બદલો લેવા ઇચ્છે છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે. આફ્રિકા પ્રવાસ પુર્ણ થયા બાદ શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે. એક નવા કેપ્ટનના નેતૃત્વ હેઠળ શ્રીલંકા સામે ભારતીય ટેસ્ટ ટીમ મેદાનમાં ઉતરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *