મેગા ઓક્શન પહેલા જ આ દિગ્ગજ ખેલાડીએ પોતાનું નામ પરત ખેંચ્યું, નહીં રમે આગામી આઇપીએલ…
આઇપીએલની 15મી સિઝનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે અમદાવાદ અને લખનઉ બંને ટીમો જોડાશે. આવતા મહિને 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગ્લોરમાં મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. આ પહેલા જુની તમામ ટીમોએ પોતાના રીટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓને હરાજી માટે મૂકવામાં આવ્યા છે.
આઇપીએલ 2021 કોરોનાને કારણે બે તબક્કામાં યોજવામાં આવી હતી. પરંતુ આ વર્ષે બીસીસીઆઇ દ્વારા પહેલેથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ચિંતાથી કોઇ જરૂર નથી તેઓની પાસે પ્લાન-બી તૈયાર છે. આ ઉપરાંત આઇપીએલ 2022 ટાઇટલ સ્પોન્સરશીપ ચીની કંપની પાસેથી લઇને ભારતીય કંપની ટાટાને આપવામાં આવી છે.
ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી ઘણા ખેલાડીઓ દર વર્ષે આઇપીએલમાં પસંદગી પામતા હોય છે. આ વર્ષે મેગા ઓક્શનમાં ઘણા ખેલાડીઓની ખરીદી થઇ શકે છે. ફ્રેન્ચાઇઝીઓ અંડર 19 ગ્રુપમાંથી પણ ઘણા ખેલાડીઓ મોંઘા ભાવે ખરીદી શકે છે. આ બધાની વચ્ચે એક નવા સમાચાર સામે આવ્યા છે. આ ઘાતક ખેલાડી આઇપીએલની 15મી સિઝન રમશે નહીં.
ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રુટે આઇપીએલની મેગા ઓક્શનમાં તેની ખરીદી અંગે શંકા દૂર કરી દીધી છે. આ પહેલા તેણે નિર્ણય કર્યો હતો કે તે મેગા ઓક્શનમાં ભાગ લેશે, પરંતુ હાલમાં જ તેણે પોતાનું નામ પરત ખેંચ્યું છે. સતત ખરાબ ફોર્મ સાથે ઝઝુમી રહેલો આ ખેલાડી પોતાના પ્રદર્શનને સુધારવા માટે અસક્ષમ રહ્યો છે.
જો રુટ 2018ની હરાજીમાં ખરીદાયો ન હોવાથી તેણે આઇપીએલની એક પણ સિઝન રમી નથી. ગયા અઠવાડિયે તેણે જણાવ્યું હતું કે હાલમાં તે આઇપીએલમાં જોડાવાનો વિચાર કરી રહ્યો હતો. પરંતુ તેણે એમ પણ કહ્યું હતું કે તે આઇપીએલ ત્યારે જ રમશે, જ્યારે તેની અસર તેની ટેસ્ટ કારકિર્દીને નહીં થાય. હાલમાં એશિઝ સિરીઝની પાંચમી મેચ હાર્યા બાદ તેણે કહ્યું કે તેમને ઘણા સુધારાની જરૂર છે.
જો રુટે તાજેતરમાં જણાવ્યું છે કે મે આઇપીએલની હરાજીમાં ભાગ લેવાની ઓફર ઠુકરાવી દીધી છે. આગામી આઇપીએલમાં ફરી એકવાર હું મેદાનમાં જોવા મળીશ નહીં. આગામી સિઝનમાં ટોટલ 10 ટીમો લીગમાં ભાગ લેશે. ઘણા યુવા ખેલાડીઓ આઇપીએલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાના દેશની ટીમમાં સ્થાન નિશ્ચિત કરતા હોય છે.