મુંબઇ ઇન્ડિયન્સ નહીં પરંતુ હવે આ ટીમ તરફથી રમશે પંડ્યા બ્રધર્સ…
આઇપીએલ 2022 પહેલા મેગા ઓક્શન યોજાશે. તે પહેલા દરેક ટીમે પોતાના રિટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દીધા છે. તમને જણાવી દઇએ કે આઇપીએલ 2022માં 8ને બદલે 10 ટીમો ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે કારણકે આઇપીએલ 2021 બાદ અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો ટી 20 લીગ સાથે જોડાઇ ગઇ છે.
મળતી માહિતી મુજબ, મેગા ઓક્શન જાન્યુઆરી 2021માં યોજાશે. મેગા ઓક્શન પહેલા દરેક ટીમોએ પોતાના રિટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. તેમાં ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સની વાત કરીએ તો તેમણે રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ ધોની, રુતુરાજ ગાયકવાડ અને મોઇન અલીને રિટેન કર્યા છે.
પાંચ વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સની વાત કરવામાં આવે તો તેમણે રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, કિરોન પોલાર્ડ અને સૂર્ય કુમાર યાદવને રિટેન કર્યા છે અને બાકી રહેલા તમામ ખેલાડીઓને હરાજી પુલમાં ધકેલી દેવામાં આવ્યા છે. હવે આ બાકી રહેલા તમામ ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં થશે.
મુંબઇ ઇન્ડિયન રિટેન કરેલા ખેલાડીઓમાં પંડ્યા બ્રધર્સનું નામ સામે આવ્યું નથી. તેનો મતલબ એ થયો કે આ બંને ખેલાડીઓને પણ હરાજી પુલમાં ધકેલી દેવામાં આવ્યા છે. પંડ્યા બ્રધર્સની વાત કરીએ તો હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા છેલ્લા ઘણા વર્ષોથી મુંબઇ ઇન્ડિયન્સ માટે સારું પ્રદર્શન કરી રહ્યા હતા. તેમ છતાં પણ મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા તેને રિટેન કરવામાં આવ્યા નથી.
તમને જણાવી દઇએ કે આ વર્ષે અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો ટી 20 લીગ સાથે જોડાઇ ગઇ છે. તેથી આ બંને ખેલાડીઓ કોઇ એક નવી ટીમ સાથે જોડાઇ શકે છે. મળતી માહિતી મુજબ કે.એલ.રાહુલ, રાશિદ ખાન અને યુજવેન્દ્ર ચહલ લખનઉની ટીમ સાથે જોડાવા જઇ રહ્યા છે. તેથી કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા અમદાવાદની ટીમ સાથે જોડાઇ શકે છે.
રિપોર્ટ અનુસાર પંડ્યા બ્રધર્સ અમદાવાદની ટીમ સાથે જોડાઇ શકે છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ સામે આવ્યું છે કે પંડ્યા બ્રધર્સ ગુજરાત સાથે કનેક્શન હોવાને કારણે ચાહકોનો સાથ મળી રહેશે. તે અમદાવાદની ટીમ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. મુંબઇ ઇન્ડિયન્સને આઇપીએલની સૌથી સફળ ટીમ બનાવવામાં આ બન્ને ભાઈઓનો મહત્વનો ફાળો છે. તેથી અમદાવાદની ટીમ આ બંને ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવા માગશે.