મયંક કે ધવન નહીં પરંતુ આ ઘાતક ખેલાડી કરશે રાહુલની સાથે ઓપનિંગ, માનવામાં આવે છે ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય…

ભારતીય ટીમમાં છેલ્લા ઘણાં સમયથી ફેરફારો જોવા મળી રહ્યા છે. સૌથી પહેલા તો ટી-20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યાર બાદ બીસીસીઆઇ દ્વારા તેની પાસેથી વન-ડે ફોર્મેટની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી અને ત્યારબાદ ભારતીય ટીમના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે.

રોહિતને કેપ્ટન અને રાહુલ દ્રવિડને હેડ કોચ બનાવ્યા બાદ ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળ્યા છે. આફ્રિકા પ્રવાસ પહેલા કેપ્ટન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં તે આફ્રિકા પ્રવાસમાંથી બહાર થયો હતો. ત્યારબાદ વન-ડે સિરીઝમાં કેપ્ટન તરીકે રાહુલને પસંદ કરવામાં આવ્યો છે.

રાહુલના નેતૃત્વમાં ભારતીય ટીમ 19 જાન્યુઆરીથી વન-ડે સિરીઝ રમશે. આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય ઘણા બધા અનુભવી ખેલાડીઓની પણ વાપસી થઇ છે. તેમાં સૌથી મોટું નામ શિખર ધવન અને મયંક અગ્રવાલનું છે.

શિખર ધવન અને મયંક અગ્રવાલ છેલ્લા ઘણા સમયથી ભારતીય વન-ડે ટીમની બહાર હતા. પરંતુ હવે આફ્રિકા પ્રવાસ પહેલા રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતા આ બંને ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. તેની સાથે એક યુવા ખેલાડીને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જે આ બંને ખેલાડીઓના પત્તા કાપી શકે છે.

તમને જણાવી દઇએ કે આ ખેલાડીનું નામ ઋતુરાજ ગાયકવાડ છે. ગાયકવાડ છેલ્લા ઘણા સમયથી જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત શતકો ફટકારીને ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. તેથી આ ઘાતક ખેલાડીને પ્રથમ વન-ડે મેચમાં તક આપવામાં આવી શકે છે.

ઋતુરાજ ગાયકવાડે આઇપીએલ 2021માં પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા હતા. તેણે સીએસકે માટે આઇપીએલ 2021માં 16 મેચમાં 636 રન બનાવ્યા હતા. જેના દમ પર સીએસકે ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. જો આ તોફાની બેટ્સમેનને તક આપવામાં આવે તો તે સફળ સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *