મયંક અગ્રવાલ નહીં પરંતુ પ્રથમ વન-ડે મેચમાં આ ઘાતક ખેલાડી કરશે રોહિત શર્માની સાથે ઓપનિંગ…
સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ ભારતીય ટીમ 6 ફેબ્રુઆરીથી વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝની શરૂઆત કરવા જઈ રહી છે. ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થયા બાદ ત્રણ મેચોની ટી-20 સિરીઝ પણ રમાવાની છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય નિયમિત કેપ્ટન રોહિત શર્મા ઈજામાંથી સાજો થયા બાદ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં પ્રવેશ મેળવી રહ્યો છે. તેના આગમનથી ભારતીય બેટિંગ ઓર્ડર મજબૂત થયો છે. આ ઉપરાંત લાંબા સમય બાદ તે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો નજર આવશે. તેના આવતાની સાથે જ ટીમમાં પણ ઘણા બધા ફેરફારો થયા છે.
વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ તાજેતરમાં કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત કેએલ રાહુલ પણ પ્રથમ વન-ડે મેચ રમવાનો નથી. આવી સ્થિતિમાં તેના સ્થાને આ ખેલાડી રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળશે.
રોહિત શર્માએ તાજેતરમાં જણાવ્યું છે કે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ઇશાન કિશન તેની સાથે ઓપનિંગ કરતો જોવા મળશે કારણ કે અમારી પાસે અન્ય કોઇ વિકલ્પ ઉપલબ્ધ નથી. રોહિતે મયંક અગ્રવાલ કરતા ઈશાન કિશનને વધારે મહત્વ આપ્યું છે. આ બંને ખેલાડીઓની જોડી પ્રથમ વન-ડે મેચમાં સફળ સાબિત થઈ શકે છે.
ઈશાન કિશન તેની આક્રમક બેટિંગ માટે ખૂબ જ જાણીતો છે. આ ખેલાડી લાંબી ઇનિંગ્સ રમીને સફળ ઓપનર સાબિત થઈ શકે છે. ઈશાન કિશન ક્રિઝ પર આવતાંની સાથે જ પોતાની શાનદાર બેટિંગથી વિરોધી ટીમ પર હુમલો કરે છે. ઇશાને અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ પણ કરી છે. આ ખેલાડીનું બેટ ભારતીય પીચો પર જોરદાર ચાલે છે.
ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી દ્વારા ટી-20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે ઈશાન કિશનને રોહિત શર્માની જગ્યાએ ઓપનર ખેલાડી તરીકે લીધો હતો. આ ખેલાડી સૌરવ ગાંગુલી જેવી બેટિંગ કરવાની કળા ધરાવે છે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં આ ખેલાડીને તક મળી નહીં પરંતુ ફરી એકવાર વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ઓપનિંગ કરતો જોવા મળશે.