કુલદીપ યાદવ નહીં પરંતુ આ ઘાતક ખેલાડી કાપશે યુઝવેન્દ્ર ચહલનું પત્તું…

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં નવા ખેલાડીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ હાલમાં શ્રીલંકા સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. આ સિરીઝમાં પણ બીસીસીઆઇ દ્વારા ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

ભારતીય બોલિંગ લાઇન પહેલેથી જ મજબૂત સ્થિતિમાં રહી છે. યુઝવેન્દ્ર ચહલ ભારતીય ટીમમાં ઘણા સમયથી રમતો આવ્યો છે અને ભારતીય ટીમમાં સ્પિનર બોલર તરીકે મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી નવા ખેલાડીઓના સારા પ્રદર્શનના કારણે યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓ પર ખતરો મંડરાઇ રહ્યો છે.

તાજેતરમાં શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ માટે જાહેર કરવામાં આવેલી ભારતીય ટીમમાં આ ઘાતક ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું છે. આ ખેલાડીને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં પણ તક આપી હતી અને તેણે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આ પરથી કહી શકાય કે આ ઘાતક ખેલાડીના કારણે યુઝવેન્દ્ર ચહલનું પત્તું કપાઇ શકે છે. તો ચાલો જાણીએ કે ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે ભારતીય યુવા ખેલાડી રવિ બિશ્નોઇ છેલ્લા ઘણા સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેના બોલને રમવો કોઇ પણ બેટ્સમેન માટે સરળ નથી. આ ખેલાડીએ પોતાની રમતથી બધાના દિલ જીતી લીધા છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું. જેના આધારે હવે તેને શ્રીલંકા સામેની સિરીઝમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.

રવિ બિશ્નોઇએ આઇપીએલમાં પણ જબરદસ્ત બોલિંગ કરી હતી. પંજાબ કિંગ્સ તરફથી તેણે 23 મેચમાં 24 વિકેટ ઝડપી હતી. આ ખતરનાક રમતને જોઇને લખનઉની ટીમ દ્વારા તેને 4 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. આ ખેલાડીના બોલ પર બેટ્સમેન મોટી હિટ લગાવવા જતા કેચ આઉટ થઇ જાય છે. તેના બોલ પર બેટ્સમેનોને શોર્ટ રમવા માટે વધારે સમય મળતો નથી.

શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં રવિન્દ્ર જાડેજાની પણ વાપસી થઇ છે અને રવિ બિશ્નોઇ પણ ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં યુઝવેન્દ્ર ચહલ બહાર થઇ શકે છે. આ ઉપરાંત નવા ખેલાડીઓને ટીમમાં સેટ કરવાના હેતુથી આ ખેલાડી લાંબા સમય સુધી બહાર રહી શકે છે. આ પરથી કહી શકાય કે તેની કારકિર્દી ખતરામાં મુકાઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *