કોહલી કે રાહુલ નહીં પરંતુ આ ઘાતક ખેલાડીથી થર થર કાપશે આફ્રીકા…
હાલમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સીરીઝ રમવા ગઇ છે. આ સિરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત 26 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગે સેન્ચૂરિયન ખાતે થશે. ભારતીય ટીમ આજ સુધી આફ્રિકાની ધરતી પર એક પણ ટેસ્ટ સીરીઝ જીતી શકી નથી. કોહલીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ આ ટેસ્ટ સીરીઝ જીતવા માટે પૂરો પ્રયત્ન કરશે.
આફ્રિકા અને ભારત બંને ટીમોએ ટેસ્ટ સીરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થવાને કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર રહ્યો છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી રવિન્દ્ર જાડેજા પણ ઇજાને કારણે બહાર છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પણ મુશ્કેલીમાં છે.
ભારત અને આફ્રિકા વચ્ચે રમાયેલી છેલ્લી ટેસ્ટ સીરીઝમાં ભારતને 1-2 થી હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2018 પછી આ વર્ષે ટેસ્ટ સીરીઝ રમાશે. ભારતની જેમ આફ્રિકાની ટીમમાંથી પણ નોર્ટજે ઇજાને કારણે બહાર થયો છે. આફ્રિકન ટીમના કેપ્ટન એલ્ગરે જણાવ્યું કે ભારતીય ટીમનો આ ખતરનાક ખેલાડી અમને હેરાન કરી શકે છે. તો ચાલો તે કોણ છે તેના વિશે જાણીએ.
એલ્ગરનું માનવું છે કે ભારતનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પોતાના ઘરના વાતાવરણમાં આક્રમક બોલિંગ કરતો હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વિદેશી વાતાવરણમાં પણ આક્રમક સુધારો થયો છે. જ્યારે બુમરાહે ડેબ્યૂ કર્યું હતું ત્યારે આફ્રિકાની ટીમમાં એબીડી વિલિયર્સ, અમલા, ડુ પ્લેસીસ જેવા ખેલાડીઓ હતા પરંતુ વર્તમાનમાં તેઓ નથી. હવે બુમરાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અગ્રણી બોલર બન્યો છે.
એલ્ગરે વધુમાં જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાની સામે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી શકે તો તે ભારતીય ઘાતક બોલર બુમરાહ છે. અમે કોઈ એક ખેલાડી પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી પરંતુ ભારતની ટીમ છેલ્લા બે-ત્રણ વર્ષથી મજબૂત છે. તાજેતરના વર્ષોમાં ભારતીય ટીમે વિદેશમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. આ ખેલાડી આફ્રિકા માટે ટેસ્ટ સીરીઝમાં ખતરારૂપ બની શકે છે.
સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર નોર્ટજે ઇજાગ્રસ્ત થવાને કારણે બહાર થયો હોવાથી ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ રબાડા અને ઓલિવર કરશે. ભારતીય ટીમમાં જોઈએ તો બુમરાહ અને શમી જેવા ઘાતક બોલરોનો સમાવેશ થાય છે. ત્રણ ટેસ્ટ મેચ પુર્ણ થયા બાદ 19 જાન્યુઆરીના રોજ વન ડે સીરીઝનો પ્રારંભ થશે.