વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં કોહલી નહીં પરંતુ આ ઘાતક ખેલાડી નંબર 3 પર ઉતરશે…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થવાની છે. વન-ડે સિરીઝ પૂર્ણ થયા બાદ કોલકત્તાના ઈડન ગાર્ડન ખાતે 16 ફેબ્રુઆરીથી ટી-20 સિરીઝની શરૂઆત થવાની છે. તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

વેસ્ટ ઇન્ડીઝ સામે 16, 18 અને 20 ફેબ્રુઆરીના રોજ ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાવાની છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં કેપ્ટન પદ સંભાળતો નજરે આવશે. આ ઉપરાંત કેએલ રાહુલને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે.

ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેના બેટથી રન નીકળી રહ્યા નથી. આવી સ્થિતિમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં નંબર 3 પર તેના સ્થાને આ ખેલાડી ઉતરીને સફળ સાબિત થઈ શકે છે. પસંદગીકારોએ આ તોફાની બેટ્સમેનની પસંદગી ત્રીજા નંબરના બેટ્સમેન તરીકે કરી છે. તો ચાલો જાણીએ કે ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 મેચમાં વિરાટ કોહલીની જગ્યાએ નંબર 3 પર ઈશાન કિશનને બેટિંગ કરવા માટે મોકલવામાં આવી શકે છે. ઈશાન કિશન ખૂબ જ ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. ઈશાન કિશને ભારત માટે 2 ટી-20 અને 2 વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમી છે. આ બંનેમાં 1-1 અડધી સદી સામેલ છે. ઇશાન કિશનનો બેટિંગ સ્ટ્રાઇક રેટ 130થી વધારે છે.

ઇશાન કિશનની વિસ્ફોટક બેટિંગ આઈપીએલમાં પણ જોવા મળે છે. તે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે. આઇપીએલ 2021 લીગની છેલ્લી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સનો સામનો હૈદરાબાદ સામે થયો હતો. આ મેચમાં ઇશાન કિશને 32 બોલમાં 84 રન બનાવીને જબરદસ્ત બેટિંગનો નજારો રજૂ કર્યો હતો. ઇશાન કિશન એકવાર લયમાં આવ્યા બાદ ઘાતક સાબિત થઇ શકે છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં ઇશાન કિશનને નંબર 3 પર ઉતારવામાં આવે તો તે ઘાતક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલીનું સ્થાન નંબર 3 પરથી જઇ શકે છે. વિરાટ કોહલી હાલમાં એક પણ ફોર્મેટનો કેપ્ટન નથી આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ ઇચ્છે તો તેને નંબર 4 પર સેટ કરીને આ તોફાની બેટ્સમેનને નંબર 3 પર બેટિંગ કરવાની તક આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *