ICC ‘ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર 2021’ માટે કોહલી નહીં પરંતુ આ ભારતીય ખેલાડી થયો નોમિનેટ…

ટેસ્ટ ક્રિકેટમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ પોતાનું સારું પ્રદર્શન કરીને વિશ્વભરમાં પોતાનું નામ રોશન કરતા હોય છે. આઇસીસી દ્વારા દર વર્ષે બેસ્ટ પ્લેયર ઓફ ધ યર એવોર્ડની જાહેરાત કરવામાં આવે છે. જેમાં વર્ષ દરમિયાન સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને નોમિનેટ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી કોઇ એક ખેલાડીને એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં દર વર્ષે ઘણા ખેલાડીઓ ડેબ્યું કરતા હોય છે અને ઘણા ખેલાડીઓની વાપસી થતી હોય છે. લાલ બોલની ક્રિકેટમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ હાલ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ભારતીય ટીમમાંથી આ ઘાતક ખેલાડીને નોમિનેટ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિનને આઇસીસી દ્વારા ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરના એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ વર્ષે અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપીને ધૂમ મચાવી છે. આઇસીસી પ્રમાણે આ એવોર્ડ માટે ચાર ખેલાડીઓને નોમિનેટ કરવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ આ ચાર ખેલાડી કોણ છે.

રવિચંદ્રન અશ્વિન બેસ્ટ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ માટે આ ત્રણ ખેલાડીઓને ટક્કર આપશે. ઇંગ્લેન્ડનો દિગ્ગજ ખેલાડી જો રુટ, ન્યૂઝીલેન્ડનો કાઇલ જેમિસન અને શ્રીલંકાનો દિમુથ કરુણારત્ને આ ત્રણ ખેલાડી રવિચંદ્રન અશ્વિનની સાથે નોમિનેટ થયા છે. આ ચાર ખેલાડીઓમાંથી કોઇ એક ખેલાડી એવોર્ડ જીતી શકે છે.

આ ચાર ખેલાડીઓમાં પ્રથમ જોઇએ તો રવિચંદ્રન અશ્વિને આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપી છે. તેણે 8 ટેસ્ટ મેચમાં 52 વિકેટ પોતાના નામે કરી છે અને 338 રન બનાવ્યા છે, જેમાં એક સદી સામેલ છે. ત્યારબાદ ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રુટ આવે છે. તેણે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે અત્યાર સુધીમાં 15 ટેસ્ટ મેચમાં 1708 રન બનાવ્યા છે.

ન્યૂઝીલેન્ડનો ખેલાડી કાઇલ જેમિસને આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 5 ટેસ્ટ મેચમાં 27 વિકેટ હાંસલ કરી છે. ત્યારબાદ શ્રીલંકાના ખેલાડી દીમુથ કરુણારત્નેએ 7 મેચમાં 902 રન બનાવ્યા છે, આ દરમિયાન તેણે ચાર સદી પણ ફટકારી છે. આ ચાર ખેલાડીઓ માંથી કોઇ એક ખેલાડીને ‘ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ 2021’ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *