કોહલી નહીં પરંતુ આ ઘાતક ખેલાડી બન્યો હારનું કારણ, નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારતીય ટીમ હાલમાં આફ્રિકા સામે ત્રણ મેચની વન-ડે સિરીઝ રમી રહી છે. પ્રથમ વન-ડે મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમ ફરી એકવાર મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાને ઉતરી તો પણ ભારતીય ટીમ 7 વિકેટે હારી ગઇ હતી. આ સાથે ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ બાદ વન-ડે સિરીઝ પણ હારી ગઇ છે.

આફ્રિકા સામેની બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બેટ્સમેનોએ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 287 રનનો સ્કોર કર્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમના ખેલાડીઓએ 50 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી હતી.

બીજી વન-ડે મેચ હારવાથી ભારતીય ટીમ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ પણ હારી ગયું છે. તેથી કહી શકાય કે સાઉથ આફ્રિકા પ્રવાસ પર ભારતીય ટીમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઇ છે. બીજી વન-ડે મેચમાં હાર માટે ઘણા બધા ખેલાડીઓ જવાબદાર છે. ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઝીરોમાં આઉટ થયા હતા. પરંતુ તેઓ બધી મેચમાં શાનદાર પ્રદર્શન કરતા હોવાથી તેને હારનું કારણ ગણી શકાય નહીં. તો ચાલો જાણીએ કયો ખેલાડી જવાબદાર છે.

તમને જણાવી દઇએ કે બીજી વન-ડે મેચમાં હાર માટે શ્રેયસ ઐયર સૌથી મોટો જવાબદાર ગણાય છે. બીજી વન-ડે મેચમાં તે 11 રન બનાવીને આઉટ થયો હતો. તેના કારણે બેટિંગ લાઇન વેર વિખેર થઇ ગઇ હતી. આ ખેલાડી સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો છે. આ પહેલા પણ પ્રથમ વન-ડે મેચમાં શ્રેયસ ઐયર 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

શ્રેયસ ઐયર આફ્રિકા સામેની વન-ડે મેચોમાં ફ્લોપ સાબિત થયો છે. કેપ્ટન કેએલ રાહુલે તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. તેનો આ નિર્ણય બિલકુલ ખોટો સાબિત થયો છે. ભારતના ઓપનિંગ બેટ્સમેનો દ્વારા સારી શરૂઆત કરવામાં આવે છે પરંતુ મિડલ ઓર્ડર ફ્લોપ સાબિત થાય છે. તેના કારણે ભારતીય ટીમ લાંબો સ્કોર કરવામાં નિષ્ફળ જાય છે.

શ્રેયસ ઐયરના સતત ખરાબ પ્રદર્શનના કારણે આગામી વન-ડે મેચમાં તેના સ્થાને સુર્યકુમાર યાદવ તક મળી શકે છે. સુર્યકુમાર યાદવ પણ ઘણા સમયથી ટીમ ઇન્ડિયામાં પ્રવેશવા માટે મહેનત કરી રહ્યો છે. ડોમસ્ટિક ટુર્નામેન્ટમાં પણ તેણે ઘણા રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં શ્રેયસ ઐયરની જગ્યાએ આ યુવા ખેલાડી તકનો લાભ ઉઠાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *