કોહલી નહીં પરંતુ આ ઘાતક ખેલાડીની એન્ટ્રીથી થર થર કાપશે આફ્રિકા…
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં બે ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ ભારત અને આફ્રિકા 1-1 ની સરાસરીથી ચાલી રહ્યું છે. 11 જાન્યુઆરીના રોજ કેપટાઉનમાં ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત થશે. બંને ટીમોને સિરીઝ પર જીત હાંસલ કરવા માટે ત્રીજી ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.
ભારત અને સાઉથ આફ્રિકા બંને ટીમો ત્રીજી ટેસ્ટ મેચ જીતવા માટે પોતાના ધુરંધર ખેલાડીઓને મેદાનમાં ઉતારશે. ભારતીય પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો વિરાટ કોહલની વાપસી થતાની સાથે જ ઘણા ફેરફારો થઇ શકે છે. વિરાટ કોહલી પોતાની કેપ્ટનશીપ હેઠળ આ સિરીઝ જીતીને ઈતિહાસ રચવા પ્રયત્ન કરશે.
તાજેતરમાં જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બીજી ટેસ્ટ મેચમાં ઇજાને કારણે બહાર થયો હતો. આવી સ્થિતિમાં સિરાજ ત્રીજી ટેસ્ટ મેચમાંથી પણ બહાર રહી શકે છે. પરંતુ ટીમ ઇન્ડિયામાં એવા ફાસ્ટ બોલરનો સમાવેશ થવાનો છે કે જે સિરાજ કરતાં પણ વધુ ઘાતક છે અને તે ભારતને જીત અપાવી શકે છે.
તમને જણાવી દઈએ કે આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ઉમેશ યાદવને સિરાજના સ્થાને તક મળી શકે છે. વાસ્તવમાં મોહમ્મદ સિરાજ ઇજાને કારણે આ મેચનો ભાગ બની શકે તેમ નથી. બીજી ટેસ્ટ મેચમાં તે પોતાની ઓવરનો છેલ્લો બોલ ફેંકી શક્યો નહોતો. હવે ઉમેશ યાદવ તેની જગ્યા લેવા માટે તૈયાર છે.
ઉમેશ યાદવની વાત કરીએ તો તે ભારતીય ટીમ માટે ખૂબ જ ઘાતક બોલર સાબિત થયો છે. મોહમ્મદ સિરાજ પહેલા ટીમનો મુખ્ય ઝડપી બોલર હતો. ઉમેશે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઇંગ્લેન્ડ પ્રવાસ પર ઇશાંત શર્માની જગ્યાએ તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેણે પોતાની કિલર બોલિંગથી બધાને ચોંકાવી દીધા હતા.
ઉમેશ યાદવે ભારત માટે 50 ટેસ્ટ મેચમાં 156 વિકેટ લીધી છે. આ ઉપરાંત 75 વનડે મેચમાં 106 વિકેટ ઝડપી છે. તે ટીમ ઇન્ડિયામાં ત્રણેય ફોર્મેટમાં રમનાર ખેલાડી હતો. ટીમ ઇન્ડિયા માટે ઘણી મેચમાં આ ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ખેલાડી ત્રીજી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમને જીત અપાવી શકે છે.