કોહલી નહીં પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં આ ઘાતક ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન…

ટી 20 વર્લ્ડકપમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પ્રથમ બે મેચમાં હાર બાદ ભારત સેમીફાઇનલમાં પહોંચી શક્યું નહોતું. ભારતના બેટ્સમેનો અને બોલરો સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. વિરોધી ટીમ સામે ભારતીય ટીમના ખેલાડીઓ કંઇ ખાસ પ્રદર્શન કરી શકયા ન હતા.

ટી 20 વર્લ્ડકપ 2021 બાદ વિરાટ કોહલીએ ટી 20 ફોર્મેટ માંથી કેપ્ટનશિપ છોડી દીધી છે. નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. તેની સાથે ભારતના નવા હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડને સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સીરીઝ રમવા માટે મેદાને ઉતરશે.

ન્યૂઝીલેન્ડ ભારતના પ્રવાસે ત્રણ ટી 20 અને બે ટેસ્ટ મેચ રમવા માટે આવશે. ઉલ્લેખનીય છે કે ટી 20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી થઇ છે. પરંતુ વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેથી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં કેપ્ટન તરીકે કોઇ અન્ય ખેલાડીની પસંદગી થઇ શકે છે.

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ સાથે જોડાશે. તેથી પહેલી ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેનું નામ સામે આવ્યું છે. પ્રથમ ટેસ્ટ મેચ કાનપુર અને બીજી ટેસ્ટ મેચ મુંબઇમાં રમવાની છે. છેલ્લા ઘણા સમયથી અજિંક્ય રહાણે ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે.

અજિંક્ય રહાણે ટેસ્ટ મેચમાં આગવું સ્થાન ધરાવે છે. ભારતીય ટીમના વાઇસ કેપ્ટન તરીકે તેણે અત્યાર સુધીમાં ઘણી બધી જવાબદારીઓ નિભાવી છે. તેણે અત્યાર સુધીમાં ટેસ્ટ મેચમાં 4756 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચ માટે કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેની પસંદગી થઇ શકે છે.

17 નવેમ્બરે પ્રથમ ટી 20 મેચ જયપુર ખાતે રમાશે. 19 નવેમ્બરે બીજી ટી 20 મેચ રાંચી ખાતે રમાશે અને 21 નવેમ્બરે ત્રીજી ટી 20 મેચ કોલકતા ખાતે રમાશે. ટી 20 સિરીઝ પછી બે ટેસ્ટ મેચ રમશે. જેમાં પહેલી ટેસ્ટ મેચ કાનપુર અને બીજી ટેસ્ટ મેચ મુંબઇ ખાતે રમાશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ટી 20 સિરીઝ રમશે. જે 17 નવેમ્બરથી શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *