કેએલ રાહુલ નહીં પરંતુ આફ્રિકાના પ્રવાસે આ ઘાતક ખેલાડી રોહિત શર્માની સાથે કરશે ઓપનિંગ…

ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું હતું. ભારતે આ ટેસ્ટ સીરીઝ 1-0 થી જીતી હતી. મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર ભારતના સ્પિનરો સામે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો ટકી શક્યા નહીં. તમામ ખેલાડીઓના સારા પ્રદર્શનના કારણે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં ભારતે વિજય મેળવ્યો હતો. હવે ભારતીય ટીમની નજર સાઉથ આફ્રિકા પ્રવાસ પર છે.

બીસીસીઆઇ દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ, સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે. આફ્રિકાના પ્રવાસે ભારત 3 વન-ડે અને 3 ટેસ્ટ રમશે. પ્રથમ ટેસ્ટ મેચ 26 થી 30 ડિસેમ્બર વચ્ચે રમાશે. જ્યારે પ્રથમ વન-ડે 19 જાન્યુઆરીના રોજ રમાશે. આફ્રિકા પ્રવાસે ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે.

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં રોહિત શર્માની ગેરહાજરીમાં મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. મયંક અગ્રવાલે તકનો લાભ ઉઠાવતા જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. સાઉથ આફ્રિકાના પ્રવાસે આ ખેલાડીને ટીમમાં સ્થાન મળશે તો કેએલ રાહુલનું પત્તું કપાશે. રાહુલ અને મયંક અગ્રવાલ બંને સારા મિત્રો છે અને તે બંને આઇપીએલમાં પંજાબ ટીમ તરફથી એક સાથે રમે છે. બંને ખેલાડીઓએ એક સાથે મળીને ઘણી વખત પંજાબને જીત અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

મયંક અગ્રવાલ છેલ્લા ઘણા સમયથી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ તેણે ઘાતક પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ઇનિંગમાં તેણે 311 બોલમાં 150 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં તેણે 62 રનનું યોગદાન આપ્યું હતું. મયંક અગ્રવાલ મોટી ઇનિંગ્સ રમવા માટે જાણીતો ખેલાડી છે. તેથી તેને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં ટીમમાં સ્થાન મળી શકે છે.

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. મયંક અગ્રવાલના સારા પ્રદર્શનના કારણે તેને આફ્રિકા સામેની સિરીઝમાં પણ પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે. ઓપનિંગ ખેલાડી તરીકે જો મયંકને તક મળશે તો કેએલ રાહુલનું પત્તું કપાશે. ટેસ્ટ મેચમાં મયંક અગ્રવાલ ખૂબ જ ઘાતક બેટિંગ કરે છે અને તે લાંબી ઇનિંગ રમી શકે છે. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં તેના બેટેથી શાનદાર ઇનિંગ નીકળી હતી.

આફ્રિકા પ્રવાસે ઓપનિંગમાં રોહિત શર્માનું સ્થાન નિશ્ચિત છે. આ ઉપરાંત બીજા નંબર પર મયંક અગ્રવાલ અથવા કેએલ રાહુલ આવી શકે છે. કીવી બોલરો સામે જબરદસ્ત પ્રદર્શન કરનાર મયંક અગ્રવાલને આફ્રિકા પ્રવાસે ઓપનિંગ બેટ્સમેન તરીકે મયંક અગ્રવાલને સ્થાન આપવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *