કિશન કે રાહુલ નહીં પરંતુ આ ઘાતક ખેલાડી ટી-20 વર્લ્ડ કપમાંથી કાપશે રિષભ પંતનું પત્તું…

ભારતીય ટીમ હાલમાં જ વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝને ત્રણેય મેચમાં હરાવીને જબરદસ્ત જીત મેળવી છે. ત્યારબાદ હવે ભારતીય ટીમ ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં શ્રીલંકાનો સામનો કરી રહી છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે. ઘણા ખેલાડીઓ આ સિરીઝમાં સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં કાયમી સ્થાન બનાવી શકે છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ બંને ટી-20 મેચમાં રિષભ પંતે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. પરંતુ ત્રીજી ટી-20 મેચથી તેને આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં તે જોવા મળશે નહીં. આ ખેલાડી ભારતીય ટીમ માટે ઘણો મહત્વનો ખેલાડી છે. તે બેટિંગ ઉપરાંત વિકેટકીપિંગ કરવામાં પણ માહેર છે.

તાજેતરમાં રિષભ પંતના સ્થાને આ ઘાતક ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડી તકનો લાભ ઉઠાવીને રિષભ પંતનું પત્તું હંમેશા માટે કાપી શકે છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં પ્રવેશવા માટે તે ડોમેસ્ટિક ક્રિકેટ અને આઇપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો હતો. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડી ડોમેસ્ટિક ક્રિકેટ અને આઇપીએલમાં નંબર ત્રણ પર બેટિંગ કરે છે. તે લાંબી ઇનિંગ રમવા માટે જાણીતો છે. આ ઉપરાંત ભારતીય મિડલ ઓર્ડરને તે સારી રીતે સંભાળી શકે છે. લાંબા શોટ મારવાની દરેક કળાથી તે જાણીતો છે.

રોહિત શર્મા દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે સંજુ સેમસનને તાજેતરમાં ટીમ ઇન્ડિયામાં તક આપવામાં આવી છે અને તેના પર મૂલ્યાંકન કરવામાં આવશે. જો તે આ તકનો લાભ ઉઠાવીને સફળ સાબિત થશે તો આ વર્લ્ડકપમાં તેનું સ્થાન નક્કી થશે. સંજુ સેમસન પહેલેથી જ પોતાની બેટિંગ માટે વિશ્વભરમાં જાણીતો છે.

સંજુ સેમસન આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી ઘણા વર્ષોથી રમી રહ્યો હતો. તેણે નંબર ત્રણ પર બેટિંગ કરીને ટીમને ઘણી મેચોમાં જીત અપાવી છે. આ ઉપરાંત તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા રીટેન કરવામાં આવ્યો છે અને તેને ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન પણ બનાવવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *