જાડેજા કે હાર્દિક નહીં પરંતુ રોહિત આ ઘાતક ઓલરાઉન્ડરની હર હાલમાં કરાવશે વાપસી…
ભારતીય ટીમ હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં કરારી હારનો સામનો કરીને ભારત પરત ફરી છે. તેવામાં ભારતીય ટીમની આગામી સિરીઝ વેસ્ટ ઇન્ડીઝ સામે 6 ફેબ્રુઆરીથી શરૂ થવા જઇ રહી છે. જેને લઇ ટૂંક સમયમાં બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. આ સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની વાપસી થઇ શકે છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રોહિત શર્માની વાપસી થતાં ભારતીય ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે આફ્રિકા સામેની સિરીઝમાં ખરાબ પ્રદર્શન કરનાર ખેલાડીઓ ટીમમાંથી બહાર થઇ શકે છે અને ઘણા બધા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળી શકે છે. કોહલીએ કેપ્ટનશિપ છોડ્યા બાદ રોહિત આ પ્રથમ વનડે સિરીઝમાં કેપ્ટનશિપ કરશે.
રોહિત શર્માની વાપસી થતાં ભારતીય ટીમમાં ઘણા બધા યુવા ખેલાડીઓને જગ્યા મળી શકે છે. તેમાં આ ઘાતક ઓલરાઉન્ડરને પણ ટીમમાં જગ્યા મળી જશે. જે પોતાના દમ પર મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. આ ખેલાડીમાં થોડાક જ બોલોમાં મેચ જીતવાની હિંમત છે. આ ખેલાડી બોલિંગની સાથે સારી એવી બેટિંગ પણ કરે છે.
યુવા સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે આફ્રિકા પ્રવાસ પહેલા વોશિંગ્ટન સુંદર કોરોના પોઝિટિવ થયો હતો. જેથી તે સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઇ ગયો હતો. તેના સ્થાને જયંત યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં સુંદરના સ્થાને જયંત યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. આફ્રિકા સામેની સિરીઝમાં તે વિલન સાબિત થયો હતો. આવી સ્થિતિમાં વોશિંગ્ટન સુંદરને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં જગ્યા મળી શકે છે. વોશિંગ્ટન સુંદર એક સારો ઓલરાઉન્ડર છે તે હંમેશા મેચ જીતવા માટે રમે છે અને તે ફિનિશરની ભૂમિકામાં પણ ખરો ઉતરી શકે છે.
વોશિંગ્ટન સુંદરે અત્યાર સુધીમાં ભારત માટે ચાર ટેસ્ટ મેચ 1 વનડે અને 30 ટી 20 મેચ રમી ચૂક્યો છે. ભારતની પીચો હંમેશા સ્પિનરને મદદરૂપ થાય છે. આવી સ્થિતિમાં સુંદરને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તક મળશે તો તે હંગામો મચાવી શકે છે. આ સિવાય તે જ્યારે પોતાની લયમાં હોય છે ત્યારે તે કોઇપણ બોલિંગ ઓર્ડરને તોડી શકે છે.