જાડેજા કે ગાયકવાડ નહીં પરંતુ આ ઘાતક ખેલાડી ધોની બાદ બનશે CSKનો કેપ્ટન…

આઇપીએલ 2022 ઘણી રોમાંચક રહેવાની છે. આ સિઝનમાં અમદાવાદ અને લખનઉ મળીને ટોટલ 10 ટીમો સ્પર્ધામાં ભાગ લેતી જોવા મળશે. ગયા વર્ષની 60 મેચોની સરખામણીમાં આ વર્ષે 74 મેચો રમાશે. આ ઉપરાંત 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગ્લોરમાં ભવ્ય મેગા ઓક્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ હરાજીમાં ફ્રેન્ચાઇઝીઓ દરેક ખેલાડીઓના ભવિષ્યનો નિર્ણય કરશે.

મેગા ઓક્શનનું આયોજન થાય તે પહેલાં જ જૂની તમામ ટીમોએ રીટેન્શન લિસ્ટ બહાર પાડ્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે. અમદાવાદ અને લખનઉ નવી આવેલી બંને ટીમોએ પણ ત્રણ-ત્રણ ખેલાડીઓના લિસ્ટ બીસીસીઆઇને સોંપ્યા છે. આ મેગા ઓક્શનમાં ટોટલ 590 જેટલા ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે.

ચેન્નઇ સુપરકિંગ્સની વાત કરીએ તો આ ટીમે ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે. ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ ધોની, મોઇન અલી અને ઋતુરાજ ગાયકવાડને આ ટીમે રીટેન કર્યા છે. આ બધાની વચ્ચે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી આઇપીએલ છે.

તમને જણાવી દઇએ કે ચેન્નઇ સુપરકિંગ્સની કેપ્ટનશીપ મહેન્દ્રસિંહ ધોની બાદ રવિન્દ્ર જાડેજા અથવા ઋતુરાજ ગાયકવાડની પાસે જઇ શકે છે. પરંતુ તાજેતરના અહેવાલ પ્રમાણે આ ઘાતક ખેલાડી આગામી કેપ્ટન બની શકે છે. ઘાતક ફોર્મમાં ચાલી રહેલા આ ખેલાડીને ચેન્નઇ સુપરકિંગ્સ કોઇપણ હાલતમાં ખરીદશે અને તેને આગામી કેપ્ટન પણ બનાવશે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ વિશ્વના ખતરનાક ઓલરાઉન્ડર ખેલાડી જેસન હોલ્ડરને પોતાની ટીમમાં લેવા માટે કરોડો રૂપિયા ખર્ચી શકે છે. જેસન હોલ્ડર સીએસકે ટીમ માટે સફળ કેપ્ટન સાબિત થઇ શકે છે. આ ખેલાડી તાજેતરમાં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. હોલ્ડરે ઇંગ્લેન્ડ સામેની મેચમાં 4 બોલમાં 4 વિકેટ લઇને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

જેસન હોલ્ડર ખૂબ જ મોટા શોટ મારવાની ક્ષમતા ધરાવે છે. ચેન્નઇ સુપરકિંગ્સ પાસે રવિન્દ્ર જાડેજા અને મોઇન અલીના રૂપમાં બે સ્પિન ઓલરાઉન્ડર ખેલાડીઓ છે, પરંતુ જેસન હોલ્ડર ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર ખેલાડી છે. આવી સ્થિતિમાં ચેન્નઇ સુપરકિંગ્સ આ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરવા પ્રયત્ન કરશે અને કેપ્ટનશીપ પણ સોંપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *