ઐયર કે વોર્નર નહીં પરંતુ આ ઘાતક ઓલરાઉન્ડર બનશે RCBનો કેપ્ટન…

આઇપીએલ 2022 પહેલા બેંગ્લોરમાં ભવ્ય મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. બધાની નજર આવતા મહિને યોજાનારા મેગા ઓક્શન પર છે. આ બધાની વચ્ચે પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ આગામી આઇપીએલમાં આરસીબીનો કેપ્ટન કોણ બનશે તેને લઇને મોટો ખુલાસો કર્યો છે. તમને જણાવી દઇએ કે વિરાટ કોહલીએ આરસીબીની કેપ્ટનશિપ છોડી દીધી છે.

વિરાટ કોહલીએ આરસીબીની કેપ્ટનશિપ છોડ્યા પછી સોશિયલ મીડિયા પર સતત એ સવાલ ઉઠી રહ્યો છે કે આઇપીએલ 2022માં આરસીબીની કમાન કોણ સંભાળશે. આઇપીએલ મેગા ઓક્શનમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં દરેક લોકોએ જાણવા માગે છે કે આઇપીએલ 2022માં આરસીબીનો કેપ્ટન કોણ હશે.

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપડાએ એક એવા ખેલાડીનું નામ આપ્યું છે જે આરસીબીનો કેપ્ટન બનવા માટે યોગ્ય છે. ખાસ વાત તો એ છે કે આ ખેલાડી ડેવિડ વોર્નર કે શ્રેયસ ઐયર નથી. આ ખેલાડી પોતાના દમ પર મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે અને અમુક જ બોલોમાં મેચ પોતાની તરફ ખેંચી શકે છે.

આઇપીએલ 2021 બાદ વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડી દેવાનો નિર્ણય લીધો હતો. તેની કપ્તાનીમાં આરસીબીની ટીમ એક પણ આઇપીએલ ટ્રોફી જીતી શકી નથી. હવે પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ આરસીબીના નવા કેપ્ટન તરીકે જેસન હોલ્ડરનું નામ સૂચવ્યું છે. તેણે કહ્યું કે જેસન હોલ્ડર આરસીબીના કેપ્ટન માટે સંપૂર્ણ રીતે ફિટ બેસે છે.

આ સિવાય આકાશ ચોપડાએ શ્રેયસ ઐયર પર ટિપ્પણી કરતા કહ્યું કે શ્રેયસ ઐયર ટોપ ઓર્ડર બેટ્સમેન છે અને તે વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડીઓની હાજરીમાં બેટિંગ કરવા આવી શકે તેમ નથી. આવી સ્થિતિમાં તે ટીમની યોજનામાં ફિટ બેસી રહ્યો નથી. તેથી આરસીબીની ટીમ તેને પોતાની ટીમમાં સામેલ કરશે નહીં.

આકાશ ચોપડાએ વધુમાં કહ્યું કે વેસ્ટ ઇન્ડીઝનો દિગ્ગજ ઓલ રાઉન્ડર જેસલ હોલ્ડર તેના શાંત સ્વભાવ માટે જાણીતો છે. તે મેદાનમાં પણ ખૂબ જ ધીરજથી નિર્ણય લે છે. જે ટીમ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. જેસન હોલ્ડર ઘાતક બોલિંગની સાથે બેટિંગ પણ સારી એવી કરી લે છે. ટી 20 ક્રિકેટમાં તે થોડાક જ બોલોમાં મેચનો નકશો બદલી નાખે છે અને ડેથ ઓવરમાં ખુબ જ આક્રમક બોલિંગ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *