ઐયર કે જાડેજાને નહીં પરંતુ આ વિસ્ફોટક ખેલાડીને મળ્યો મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે તાજેતરમાં બે મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ હતી. મોહાલીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ભવ્ય વિજય મેળવ્યા બાદ તાજેતરમાં બેંગ્લોરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાને 238 રનથી હરાવીને 2-0 થી સિરીઝ પર કબજો મેળવ્યો છે. આ પહેલા પણ ભારતે શ્રીલંકાને ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં 3-0થી હરાવ્યું હતું.

શ્રીલંકા સામેની બે મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ બંને મેચો થઈને સૌથી વધુ 201 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેણે 10 વિકેટ પોતાના નામે કરી હતી. શ્રેયસ ઐયરની વાત કરીએ તો તેણે રવિન્દ્ર જાડેજા પછી સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે બંને મેચો થઈને 186 રન બનાવ્યા હતા. છતાં પણ મેચ બાદ આ બન્નેમાંથી કોઈને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો નહીં.

રવિન્દ્ર જાડેજા કે શ્રેયસ ઐયર નહીં પરંતુ ભારતના આ વિસ્ફોટક ખેલાડીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે સૌથી સારું પ્રદર્શન રવિન્દ્ર જાડેજાએ કર્યું હોવા છતાં પણ તેને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો નથી. આ બાબતે હાલમાં ચર્ચા ચાલી રહી છે. તો ચાલો જાણીએ કયા ખેલાડીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો છે. આ બાબત પર હાલમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. મેચ બાદ રોહિત શર્માએ જણાવ્યું હતું કે રિષભ પંત 40 મિનિટમાં મેચનો નકશો બદલી શકે છે. તે શાનદાર વિકેટકીપિંગ પણ કરે છે.

રોહિત શર્માએ વધુમાં કહ્યું કે રિષભ પંત ખૂબ જ સારી બેટીંગ કરે છે અને તે હાલમાં દરેક મેચમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેને આપણે રમવા માટે સ્વતંત્રતા આપવી જોઈએ. બંને ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કર્યું હોવાને કારણે તેને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો છે. આ પરથી એવું કહી શકાય કે રવિન્દ્ર જાડેજા અને શ્રેયસ ઐયર સાથે દગો થયો છે.

રોહિત શર્માએ શ્રેયસ ઐયર વિશે કહ્યું કે તે હાલમાં રહાણેના સ્થાને ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે. હાલમાં યુવા ખેલાડીથી સજ્જ ભારતીય ટીમ સતત મેચમાં જીત મેળવી રહી છે. રહાણે અને પુજારા ન હોવાને કારણે તેની મોટી જવાબદારી આ ખેલાડીઓ પર રહેલી હતી. પરંતુ તેઓ યોગ્ય રીતે આ જવાબદારીને નિભાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *