ઇશાન કિશન નહીં પરંતુ આ વિસ્ફોટક ખેલાડી કાપશે રિષભ પંતનું પત્તું, ટીમ ઇન્ડિયાને મળ્યો નવો વિકેટકીપર…

ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં સતત મેચ જીતી રહી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની આ ટી-20 સિરીઝ પૂર્ણ થયા બાદ શ્રીલંકા સામે 24 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. આ ઉપરાંત બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે. આ ઘરેલું સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ ટૂંકા ફોર્મેટના કેપ્ટન પદે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી હતી. રોહિત શર્મા કેપ્ટન બન્યા બાદ ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી. વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝ બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. આ સિરીઝમાં ભારતીય બેટ્સમેન રિષભ પંતને આરામ આપવામાં આવ્યો છે.

શ્રીલંકા સામેની સિરીઝમાંથી રિષભ પંત બહાર થયો હોવાને કારણે તેના સ્થાને બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં આ ઘાતક ખેલાડીને સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં પ્રવેશવા માટે તલપાપડ થઇ રહ્યો હતો. તાજેતરમાં તેને આ સિરીઝમાં તક આપવામાં આવી છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે શ્રીલંકા સામેની સિરીઝમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને સામેલ કરવામાં આવ્યા છે. આ ખેલાડી વિકેટને પકડી રાખવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત વિકેટકીપિંગમાં પણ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે. આ ખેલાડી પાસે નંબર 4 પર બેટિંગ કરવાની સક્ષમ છે. સંજુ સેમસનને ભારતીય ટીમમાં રમવાની ખૂબ જ ઓછી તક મળી છે.

સંજુ સેમસને આઇપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ઘણા રન બનાવ્યા છે. આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી છેલ્લા ઘણા સમયથી રમતો આવ્યો છે. આ ખેલાડી એક વાર લયમાં આવ્યા બાદ વિરોધી ટીમનો નાશ કરી શકે છે. આ ઉપરાંત તે ભારતીય ટીમ માટે મેચવિનર પણ સાબિત થઇ શકે છે. રિષભ પંતના સ્થાને આ ખેલાડીને તક આપવામાં આવશે.

શ્રીલંકા સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં રિષભ પંતને આરામ આપવામાં આવ્યો હોવાને કારણે તેના સ્થાને સંજુ સેમસનને તક આપવામાં આવી શકે છે. તકનો લાભ ઉઠાવીને આ ખેલાડી ભારતીય ટીમમાં કાયમી સ્થાન પણ બનાવી શકે છે. ઘણા લાંબા સમય પહેલા એક-બે મેચમાં તેને સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પસંદગીકારો દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *