ઇશાન કિશન નહીં પરંતુ આ વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેનને ખરીદવા માટે ટીમો વચ્ચે થશે જંગ…
આઇપીએલની 15મી સિઝન શરૂ થાય તે પહેલા બેંગલોર ખાતે 12 અને 13 ફેબ્રુઆરીના રોજ ભવ્ય મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે અમદાવાદ અને લખનઉ બંને નવી ટીમો ટી-20 લીગ સાથે જોડાશે. રીટેન્શન લિસ્ટ આવ્યા બાદ તમામ ટીમો પોતાના મનપસંદ ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાંથી કરશે. બીસીસીઆઇ દ્વારા આ તમામ બાબતો અંગે લીલીઝંડી મળી છે.
આ વર્ષે યોજાનારા મેગા ઓક્શનમાં 590 જેટલા દેશ અને વિદેશના ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહસમાં સૌપ્રથમવાર ભવ્ય મેગા ઓક્શનનું આયોજન થવા જઇ રહ્યું છે. ઘણા ખેલાડીઓ પર મોટી બોલી લાગી શકે છે. તમામ ટીમો પોતાના પસંદગી અનુસાર ખેલાડીઓની ખરીદી કરવા મોટી જંગમાં ઉતરશે.
આઇપીએલની આ સીઝનમાં તમામ ટીમો બેટ્સમેન, બોલર ઉપરાંત, વિકેટકીપરની શોધમાં છે. વિકેટકીપર ની વાત કરીએ તો મહેન્દ્રસિંહ ધોની, રિષભ પંત, સંજુ સેમસન અને કેએલ રાહુલને પહેલાથી જ પોતાની ટીમોએ ખરીદી લીધા છે. તાજેતરના અહેવાલ પ્રમાણે આ ખતરનાક વિકેટકીપર પર તમામ ટીમો મોટી બોલી લગાવી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે છેલ્લા ઘણા સમયથી વિકેટકીપર બેટ્સમેન ડી કોકે પોતાની ખતરનાક બેટિંગથી આખી દુનિયાને હચમચાવી છે. આ ખેલાડી ઓપનિંગ કરતી વખતે ખૂબ જ રન બનાવી શકે છે. તેણે આઇપીએલની ટોટલ 77 મેચમાં 2256 રન બનાવ્યા છે. જેમાં તોફાની સદી પણ સામેલ છે. આ વિસ્ફોટક બેટ્સમેનને મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા જાળવી રાખવામાં આવ્યો નથી.
સાઉથ આફ્રિકાનો આ વિકેટકીપર બેટ્સમેન વિકેટકીપિંગ ઉપરાંત બેટિંગમાં પણ માહેર છે. તેણે તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. આવી સ્થિતિમાં તેનું ધ્યાન ફક્ત ટૂંકા ફોર્મેટની ક્રિકેટમાં રહેલું છે. આ ઉપરાંત તાજેતરમાં ભારત સામેની સિરીઝમાં તેણે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આઇપીએલના મેગા ઓક્શનમાં તેની માંગ ઘણી વધારે રહેશે.
દરેક મેચમાં વિકેટકીપરનું મહત્વ ખૂબ જ વધારે હોય છે. તેના પર આખી ટીમનું સંચાલન થતું હોય છે. આ ઉપરાંત આઇપીએલની દરેક ટીમો મજબૂત વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં ડી કોક પર મોટી બોલી લાગી શકે છે અને તમામ ટીમો વચ્ચે મોટી જંગ પણ થઇ શકે છે.