ઇશાન કિશન નહીં પરંતુ પ્રથમ વન-ડે મેચમાં આ ઘાતક ખેલાડી ઉતરશે નંબર 4 પર…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રણ મેચોની વન-ડે સિરીઝ 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થવાની છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ ત્રણ મેચોની ટી-20 સિરીઝ કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે 16 ફેબ્રુઆરીના રોજ શરૂ થવાની છે. આ બંને સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત પણ કરવામાં આવી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની પણ વાપસી થવાની છે. ફરી એકવાર રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો નજરે આવશે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકા સામે મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમ આ બંને સિરીઝ પર જીત હાંસલ કરવા પ્રયત્ન કરશે.
વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમને ઘણા મોટા ઝટકા લાગ્યા છે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરે તે માટે નંબર 4 પર આ ઘાતક ખેલાડીને સ્થાન આપવામાં આવશે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં નંબર 4 પર સુર્યકુમાર યાદવને તક મળી શકે છે. શ્રેયસ ઐયર કોરોના પોઝિટિવ હોવાને કારણે તેના સ્થાને સુર્યકુમાર યાદવ મિડલ ઓર્ડરની તમામ જવાબદારી સંભાળશે. સૂર્યકુમાર યાદવ તેની ખૂબ જ ખતરનાક બેટિંગ માટે જાણીતો છે. આ ખેલાડી લાંબી ઇનિંગ્સ રમીને ટીમને જીત તરફ આગળ વધારે છે.
ભારતીય બેટ્સમેન ઇશાન કિશન પણ નંબર 4 પર ઉતરવા માટે દાવેદાર છે. પરંતુ તેની પાસે વધુ અનુભવ ન હોવાને કારણે તેને ટીમમાં તક આપવામાં આવશે નહીં. હાલમાં ભારતીય ટીમ ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહી છે. આવી સ્થિતિમાં વધારે અનુભવ ધરાવતા ખેલાડી સૂર્યકુમાર યાદવને ટીમમાં સ્થાન આપવામાં આવશે.
સૂર્યકુમાર યાદવની તોફાની રમતને કારણે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા તેને આ વર્ષે જાળવી રાખવામાં આવ્યો છે. આઇપીએલમાં પણ આ ઘાતક ખેલાડી પોતાનું હુનર દેખાડે છે. તેણે ઘણી મેચોમાં જબરદસ્ત બેટિંગ કરીને મુંબઇ ઇન્ડિયન્સને જીત અપાવી છે. આ ખેલાડી ભારતીય ટીમમાં કાયમી સ્થાન બનાવી શકે છે.