હાર્દિક નહીં પરંતુ શ્રીલંકા સામેની સિરીઝમાં આ મેચવિનર ખેલાડીની થશે વાપસી, છેલ્લા ઘણા સમયથી છે બહાર…

હાલમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાઇ રહી છે. આ ઉપરાંત આઇપીએલ 2022ને લઇને પણ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 અને બે ટેસ્ટ મેચ રમાવાની છે. ટૂંક સમયમાં જ આ સિરીઝો માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે.

વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. તેણે કેપ્ટન બનતાની સાથે જ ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. આ ઉપરાંત ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવી રહ્યો છે. રોહિત શર્મા કેપ્ટન બન્યા પછી ભારતીય ટીમને એક પણ મેચમાં હાર મળી નથી.

ભારતીય ટીમ તેના ઘરઆંગણે શ્રીલંકા સામે 4 માર્ચથી શરૂ થતી બે મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમશે. આ સિરીઝમાં ઘણા ફેરફારો થઇ શકે છે. ઘણા સિનિયર ખેલાડીઓ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા હતા તેઓ પણ બહાર થઇ શકે છે. તાજેતરના અહેવાલ પ્રમાણે આ ખતરનાક ઓલરાઉન્ડર ખેલાડીની વાપસી થવાની છે. તે ઘણી મેચોમાં મેચવિનર સાબિત થયો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે લાંબા સમયથી ઇજાના કારણે બહાર થયેલ રવિન્દ્ર જાડેજાની શ્રીલંકા સામેની સિરીઝમાં વાપસી થઇ શકે છે. આ ઘાતક ખેલાડીની વાપસીના કારણે ટીમ ઇન્ડિયાની બોલિંગ અને બેટિંગ મજબુત થશે. જાડેજાને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ દરમિયાન ઇજા થઇ હતી. ત્યારબાદ તે ટીમ ઇન્ડિયામાંથી બહાર થયો હતો. ફરી એકવાર એક સારા ફોર્મ સાથે તે મેદાનમાં જોવા મળી શકે છે.

ભારતીય ટીમમાં રવીન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં નબળી જોવા મળી રહી હતી. તેની ગણતરી વિશ્વના મહાન ઓલરાઉન્ડર ખેલાડીમાં થાય છે. આ ઉપરાંત ભારતીય પીચો હંમેશા સ્પિનરોને મદદગાર રહી છે. આવી સ્થિતિમાં તે તબાહી મચાવી શકે છે. જાડેજા ભારતીય ટીમના સૌથી મોટા મેચવિનર ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. આ ઉપરાંત તેની બેટિંગ અને બોલિંગમાં ઘણી મજબૂતાઇ જોવા મળે છે.

રવિન્દ્ર જાડેજા ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમે છે. આ ઉપરાંત આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સમાં છેલ્લા દસ વર્ષથી રમતો આવ્યો છે અને આ વર્ષે પણ સીએસકે ટીમ દ્વારા તેને મેગા ઓક્શન પહેલા જાળવી રાખવામાં આવ્યો છે. શ્રીલંકા સામેની સિરીઝમાં ફરી એકવાર તે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *