હાર્દિક પંડ્યા નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડી ટૂંક સમયમાં લેશે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ…
ભારતે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં સારુ પ્રદર્શન કરીને જીત હાંસલ કરી હતી. ત્યાર બાદ હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર જવાની છે. સાઉથ આફ્રિકાના પ્રવાસે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચોની સિરીઝ રમાવાની છે. બીસીસીઆઇ દ્વારા ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. સાઉથ આફ્રિકા સામેની આ સિરીઝ 26 ડિસેમ્બરના રોજ શરૂ થશે.
સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમ માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માના હાથના ભાગે ઇજા થવાના કારણે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે પણ બીસીસીઆઇને પત્ર લખીને જણાવ્યું હતું કે તે સાઉથ આફ્રિકા સામેની સિરીઝ દરમિયાન વેકેશન પર રહેશે.
ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર ખેલાડી છે. રવિન્દ્ર જાડેજા બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ માહેર છે. રવિન્દ્ર જાડેજા બેટિંગ અને બોલિંગની સાથે સારી એવી ફિલ્ડીંગ પણ કરે છે. આ ખેલાડી ત્રણેય ફોર્મેટમાં ભારત માટે રમે છે. પરંતુ અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે રવિન્દ્ર જાડેજા ક્રિકેટના આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે.
તમને જણાવી દઇએ કે રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું વિચારી રહ્યો છે. જાડેજા કેટલાક સમયથી ઇજા સામે ઝઝૂમી રહ્યો છે અને ગંભીર ઇજાને કારણે પાંચથી છ મહિના સુધી ક્રિકેટ રમી શકશે નહીં. સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી પણ તેને બહાર રાખવામાં આવ્યો છે. તેના એક ખાસ મિત્રએ વાતચીતમાં જણાવ્યું હતું કે, જાડેજા હવે ટી-20, વન-ડે અને આઇપીએલ પર ધ્યાન આપવા માગે છે.
જાડેજા ની વાત કરીએ તો ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં તેને પસંદ કરવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઇજાને કારણે તે બહાર થયો હતો. ઇજા ખૂબ જ ગંભીર હોવાને કારણે સાઉથ આફ્રિકા પછીના શ્રીલંકા પ્રવાસમાં પણ તે બહાર થઇ શકે છે. ગંભીર ઇજાને કારણે રવિન્દ્ર જાડેજા પાંચથી છ મહિના સુધી ક્રિકેટમાં પરત ફરી શકશે નહીં.
આઇપીએલ 2022 પહેલા તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. ચેન્નઇ સુપરકિંગ્સ દ્વારા જાહેર કરાયેલા લિસ્ટમાં મહેન્દ્રસિંહ ધોની કરતા પણ રવિન્દ્ર જાડેજાને મોંઘો ખરીદવામાં આવ્યો છે. ચેન્નઇ સુપરકિંગ્સે રવિન્દ્ર જાડેજાને 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે, જયારે મહેન્દ્રસિંહ ધોનીને ફકત 12 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ કારણે જ રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઇને અન્ય ફોર્મેટમાં ધ્યાન આપવા ઇચ્છે છે.