હાર્દિક પંડ્યા નહીં પરંતુ આ ઘાતક ખેલાડી પોતાના દમ પર જીતાડશે મેચ, અમદાવાદની ટીમના મેન્ટરનો દાવો…

આઇપીએલ 2022ની તૈયારીઓ તાજેતરમાં પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે અમદાવાદ અને લખનઉ બંને નવી ટીમો આઇપીએલમાં જોડાશે. આઇપીએલ પહેલા 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ મેગા ઓકશનનું આયોજન થવાનું છે. આ પહેલા જુની તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે.

બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં આઇપીએલ 2022 ટાઇટલ સ્પોન્સરશીપ ચીની કંપની વિવો પાસેથી લઇને ભારતીય કંપની ટાટાને આપવામાં આવી છે. અમદાવાદ ટીમને CVC કેપિટલ દ્વારા ખરીદવામાં આવી છે અને ગોએન્કા ગૃપે લખનઉની ટીમને ખરીદી છે. આ બંને ટીમો દ્વારા પોતાના ત્રણ-ત્રણ ખેલાડીઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

અમદાવાદની ટીમે હાર્દિક પંડ્યાને 15 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં જાળવી રાખ્યો છે. થોડા સમય પહેલાં જ હાર્દિક પંડ્યાને અમદાવાદની ટીમનો કેપ્ટન પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન ખેલાડી રાશિદ ખાન 15 કરોડ અને ભારતીય ખેલાડી શુભમન ગિલને 7 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમે જાળવી રાખ્યા છે.

અમદાવાદની ટીમના મેન્ટર અને બેટિંગ કોચ ગેરી કર્સ્ટએ કહ્યું કે શુભમન ગિલ પોતાના દમ પર મેચવિનર સાબિત થઇ શકે છે અને હવે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કાયમી થવું જોઇએ. આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું કે તે ગિલની સાથે બેટિંગ કોચના રૂપમાં કામ કરવાને લઇને ખુબ જ ઉત્સાહિત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે હાર્દિક પંડ્યા મોટા મંચ પર આવવા માટે તૈયાર છે અને એક યુવા તેમજ નવા કેપ્ટનનું હોવું, ટીમ માટે ફાયદાની વાત છે. હાર્દિક પંડ્યા અમદાવાદની ટીમ માટે ફિનીશર્સ સાબિત થઇ શકે છે. પરંતુ શુભમન ગિલ પોતાના દમ પર મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. તે લાંબી ઇનિંગ રમવા માટે જાણીતો છે.

શુભમન ગિલ આ વર્ષે આઇપીએલમાં અમદાવાદની ટીમ માટે એક ઘાતક સાબિત થઇ શકે છે. આઇપીએલ 2021માં ગિલે કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. શુભમન ગિલ ટૂંક સમયમાં ભારતીય ટીમમાં કાયમી સ્થાન બનાવી શકે છે અને લાંબા સમય સુધી ભારતીય ટીમ માટે રમી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *