હાર્દિક પંડ્યા નહીં પરંતુ આ મેચવિનર ખેલાડીને મુંબઇ ઇન્ડિયન્સ કોઈપણ હાલતમાં ખરીદશે…
આઇપીએલ 2022 માં અમદાવાદ અને લખનઉ બંને મળીને ટોટલ 10 ટીમો લીગ રમશે. મેગા ઓક્શન પહેલા જુની 8 ટીમોએ પોતાના રિટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં થશે. આઇપીએલ પહેલા જાન્યુઆરી 2022 માં મેગા ઓક્શન યોજાશે. આ મેગા ઓક્શન ખૂબ જ રસપ્રદ રહેશે કેમ કે તમામ ટીમો નવેસરથી પોતાના ખેલાડીઓની પસંદગી કરશે.
મુંબઇ ઇન્ડિયન્સ ની વાત કરીએ તો આ ટીમ સૌથી વધારે સફળ માનવામાં આવે છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઇ ઇન્ડિયન્સ પાંચ ટાઇટલ જીતી ચૂક્યું છે. મુંબઇ ઇન્ડિયન્સે 4 ખેલાડીઓને રિટેન કર્યા છે. રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્ય કુમાર યાદવ અને કિરોન પોલાર્ડને જાળવી રાખ્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં થશે.
અત્યાર સુધી મુંબઇ ઇન્ડિયન્સને મજબૂત રાખવામાં ઘણા ખેલાડીઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. રીટેન ખેલાડીઓમાં ચારથી વધુ ખેલાડીઓની પસંદગી કરવાની પરમિશન હોત તો વધારે ખેલાડીઓ જાળવી શકાય પરંતુ નિયમોનુસાર ફક્ત ચાર ખેલાડીઓની પસંદગી કરવાની હતી. તો ચાલો જાણીએ મુંબઇ ઇન્ડિયન્સ કયા ખેલાડીને પરત કરવા ઇચ્છે છે.
હરાજી પુલમાં મુકાયેલા ખેલાડીઓમાંથી મુંબઇ ઇન્ડિયન્સ ઘણા ખેલાડીઓને પરત કરવા ઇચ્છે છે. મુંબઇ ઇન્ડિયન્સ સૌપ્રથમ આ યુવા ખેલાડીને ખરીદવા પ્રયત્ન કરશે અને તે ખેલાડી ઇશાન કિશન છે. ઇશાન કિશન મુંબઇ ઇન્ડિયન્સનો ઓપનર છે. આ ખેલાડીએ પોતાની ઝડપી બેટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા. તેથી મુંબઇ ઇન્ડિયન્સ તેને મેગા ઓક્શનમાં ખરીદવા માગશે.
આઇપીએલ 2021માં મુંબઇને પ્લેઓફમાં પહોંચવા માટે હૈદરાબાદ સામે મોટી જીતની જરૂર હતી. જેમાં ઇશાન કિશને 32 બોલમાં 84 રન બનાવ્યા હતા. ઇશાન કિશનની આ ઇનિંગમાં 11 ફોર અને 4 સિક્સ સામેલ હતી. ઇશાન કિશનની આ ધમાકેદાર ઇનિંગ જોઇને બધા આશ્ચર્યચકિત થઇ ગયા. ઇશાન કિશન આગામી દિવસોમાં રોહિત શર્માનું સ્થાન પણ લઇ શકે છે અને ઇશાન કિશન એકલા હાથે મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે.
આઇપીએલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યા બાદ તેને ટી 20 વર્લ્ડકપમાં સ્થાન આપવામાં આવ્યું હતું. મુંબઇ ઇન્ડિયન્સ કોઇપણ હાલતમાં ઇશાન કિશનને ખરીદવા પ્રયત્ન કરશે. આઇપીએલની 15મી સિઝન પહેલા તમામ ટીમમાં નવા ખેલાડીઓની એન્ટ્રી થશે. મેગા ઓક્શનમાં તમામ ટીમો પોતાના પસંદગીના ખેલાડીઓ ખરીદવા પ્રયત્ન કરશે.