હાર્દિક કે કૃણાલ નહીં પરંતુ મુંબઇનો આ ખેલાડી બનશે અમદાવાદની ટીમનો કેપ્ટન…

આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ આ બંને ટીમો મળીને દસ ટીમો ટ્રોફી જીતવા માટે મેદાને ઉતરશે. મેગા ઓકશન પહેલા જૂની આઠ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. 30 નવેમ્બરના રોજ દરેક ટીમોના રીટેન્શન લિસ્ટ સામે આવ્યા બાદ આ બંને નવી ટીમોએ રિટેન ન થયેલા ખેલાડીઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે.

હરાજી પુલમાંથી સૌપ્રથમ આ બંને ટીમો પોતાની ટીમ માટે ખેલાડીઓ પસંદ કરશે કરશે. ત્યારબાદ બાકી રહેલા તમામ ખેલાડીઓની મેગા ઓક્શનમાં હરાજી થશે. અમદાવાદની ટીમની વાત કરીએ તો સટ્ટાબાજીના કેસમાં વાદવિવાદ ચાલી રહ્યા હતા. પરંતુ જે પણ અમદાવાદની ટીમની માલિકી ધરાવે છે તેણે હવે ખેલાડીઓ સાથે વાતચીત કરવાનું શરૂ કરી દીધું છે. તો ચાલો જોઇએ કે અમદાવાદની ટીમે કયા ખેલાડીઓ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું છે.

મુંબઇ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડયાની વાત કરીએ તો તેને મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા રીટેન કરવામાં આવ્યો નથી. હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી અનફિટ છે અને તેનું પ્રદર્શન પણ કંઇ ખાસ જોવા મળ્યું નથી. પરંતુ હાર્દિક પંડ્યા એક ઘાતક ઓલરાઉન્ડર છે. વર્તમાન સમયમાં એવો કોઇ પણ ભારતીય ખેલાડી નથી કે જે હાર્દિક પંડ્યાની બરાબરી કરી શકે. આવી સ્થિતિમાં અમદાવાદની ટીમ હાર્દિક પંડ્યાને ખરીદી શકે છે.

ત્યારબાદ કુણાલ પંડ્યાની વાત કરીએ તો તે પણ પોતાની બોલિંગ અને બેટિંગથી આઇપીએલમાં ધૂમ મચાવે છે. પરંતુ મુંબઇ ઇન્ડિયન્સે કૃણાલ પંડ્યાને પણ રીટેન કર્યો નથી. તેથી હાર્દિક પંડ્યાની સાથે કૃણાલ પંડ્યાને પણ અમદાવાદની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આ બંને બંધુઓ છેલ્લા ઘણા વર્ષોથી આઇપીએલમાં ધૂમ મચાવી રહ્યા છે.

અમદાવાદ ટીમના કેપ્ટન તરીકે શ્રેયસ ઐયરની પસંદગી થઇ શકે છે. આઇપીએલ 2020 માં તે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન હતો. પરંતુ ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ સિરીઝમાં તેને ઇજા થતાં આઇપીએલ 2021 ના પ્રથમ તબક્કામાંથી બહાર થઇ ગયો હતો. ત્યારબાદ આઇપીએલ 2021 ના બીજા તબક્કામાં તેણે જબરદસ્ત વાપસી કરી હતી. પરંતુ ટીમની કમાન બીજા તબક્કામાં પણ રિષભ પંતે સંભાળી હતી અને હવે દિલ્હી કેપિટલ્સે શ્રેયસ ઐયરને રિટેન પણ કર્યો નથી.

શ્રેયસ ઐયર અમદાવાદની ટીમનો કેપ્ટન બનવા માટે સૌથી મોટો દાવેદાર છે. કારણકે મળતી માહિતી મુજબ કેએલ રાહુલ લખનઉની ટીમ સાથે જોડાવા જઇ રહ્યો છે. તેથી હવે શ્રેયસ ઐયરની સિવાય એટલી કોઇ પણ ભારતીય ખેલાડીમાં ક્ષમતા નથી કે જે અમદાવાદની ટીમનો કેપ્ટન બની શકે. તો હવે જોવાનું એ રહેશે કે અમદાવાદની ટીમ પોતાની સાથે કયા ખેલાડીઓને જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *