IPL 2021 ની સાથે ધોની નહીં પરંતુ આ દિગ્ગજ ખેલાડીનું ક્રિકેટ કરિયર થયું સમાપ્ત…

આઈપીએલ 2021 ની ફાઇનલમાં ચેન્નઇ સુપરકિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનથી હરાવીને પોતાનું ચોથું ટાઇટલ જીત્યું છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં આ ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અદભૂત પ્રદર્શન કર્યું છે. ટીમના દરેક ખેલાડીઓએ આ જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

પરંતુ ચેન્નઇ સુપરકિંગ્સનો એક ખેલાડી એવો પણ છે જેણે ચેન્નઇ માટે દરેક ફાઇનલ મેચ રમી છે. પરંતુ ગઇકાલની મેચમાંથી તેને પડતો મુકવામાં આવ્યો હતો. હવે તે સ્ટાર ખેલાડીની કારકિર્દી ખતમ થવાની આરે છે.

ચેન્નઇ સુપરકિંગ્સે ફાઇનલ મેચમાં તેના શ્રેષ્ઠ બેટ્સમેન સુરેશ રૈનાને પડતો મૂકયો હતો. આઈપીએલના ઈતિહાસમાં આવું પહેલી વખત બન્યું છે કે ચેન્નઇ સુપરકિંગ્સ ફાઇનલમાં પહોંચી હોય અને ફાઇનલ મેચમાં સુરેશ રૈના ન રમ્યો હોય. તેના સ્થાને ફરી એકવાર રોબિન ઉથપ્પાને લેવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, રૈના છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. આ કારણે તેને છેલ્લી કેટલીક મેચમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. પરંતુ હવે તે સ્પષ્ટ છે કે ચેન્નઇ સુપરકિંગ્સ આગામી સિઝનમાં રૈનાને જાળવી રાખશે નહીં. રૈનાને ધોનીનો સૌથી પ્રિય ખેલાડી માનવામાં આવે છે પરંતુ હવે કેપ્ટન કૂલ પોતે તેને મોકો આપવા માટે તૈયાર નથી.

સુરેશ રૈનાને સમગ્ર વિશ્વમાં મિસ્ટર આઈપીએલ તરીકે ઓળખવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે આઈપીએલમાં રૈનાનો રેકોર્ડ ઉત્તમ રહ્યો છે. તેણે આ લીગમાં કુલ 205 મેચ રમી છે. જેમાં તેણે 32.51 ની સરેરાશ અને 136.76 ની સ્ટ્રાઇક રેટથી 5528 રન બનાવ્યા છે.

સુરેશ રૈના આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી પછી બીજા ક્રમ પર આવે છે. પરંતુ તેણે આ વર્ષે 12 મેચમાં 17.77 ની સરેરાશ અને 125.00 ની સ્ટ્રાઈક રેટથી માત્ર 160 રન બનાવ્યા છે. જોકે તેણે આ વર્ષે એક પણ ફિફ્ટી બનાવી છે.

34 વર્ષીય સુરેશ રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પહેલેથી જ અલવિદા કહી ચુક્યો છે અને હવે તેના આ ખરાબ પ્રદર્શનને જોતા લાગી રહ્યું છે કે આવતા વર્ષે તેને ખરીદવામાં કોઈ રસ દાખવશે નહીં. આવી સ્થિતિમાં તેની આઈપીએલ કારકિર્દી સમાપ્ત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *