ધોની કે જાડેજા નહીં પરંતુ આ છે CSKનો સૌથી શ્રેષ્ઠ ખેલાડી…

આઇપીએલ 2022 પહેલા મેગા ઓક્શન થશે તે પહેલા દરેક ટીમે પોતાના રીટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દીધા છે. ટૂંક સમયમાં ખેલાડીઓના સિલેક્શન માટે મેગા ઓક્શન યોજાશે. તમામ ટીમો ટ્રોફી જીતવા માટે તનતોડ મહેનત કરશે. અત્યાર સુધીમાં મુંબઇ ઇન્ડિયન્સે સૌથી વધારે આઇપીએલના ખિતાબ જીત્યા છે. આ આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ વિજેતા થશે તો ખિતાબની સરખામણીમાં મુંબઇ ઇન્ડિયન્સની બરાબરી કરશે.

અત્યાર સુધીમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઇ સુપરકિંગ્સ રમી રહી હતી. ટીમના તમામ ખેલાડીઓ માટે ધોની માર્ગદર્શક બનતા હતા. રૈના, જાડેજા અને અશ્વિનની ત્રિપુટી પહેલા સર્વશ્રેષ્ઠ માનવામાં આવતી હતી. પરંતુ રિટેન ખેલાડીઓમાં આ ત્રિપુટી માંથી ફક્ત જાડેજાનું નામ જ આવ્યું છે. ચેન્નઇ સુપરકિંગ્સે રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ ધોની, ઋતુરાજ ગાયકવાડ અને મોઇન અલીને રીટેન કર્યા છે.

ચેન્નઇ સુપરકિંગ્સનો સર્વશ્રેષ્ઠ ખેલાડી કોણ છે? એમ પૂછવામાં આવે તો ચાહકોનો જવાબ મહેન્દ્રસિંહ અને જાડેજા હોય છે. પરંતુ હવે તે બંનેને પાછળ છોડી દે તેઓ ખેલાડી ટીમમાં છે. તે ખેલાડી ઋતુરાજ ગાયકવાડ છે. આ ખેલાડીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં સતત ત્રણ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે.

ઋતુરાજ ગાયકવાડે મહારાષ્ટ્ર ટીમ માટે સતત ત્રણ સદી ફટકારી છે. 11 ડિસેમ્બરે મહારાષ્ટ્ર અને કેરલ વચ્ચેની મેચમાં 129 બોલમાં 114 રન બનાવ્યા હતા. આ પહેલા મધ્યપ્રદેશ સામેની મેચમાં 136 રન બનાવ્યા હતા. આ ઉપરાંત છતીસગઢ સામેની મેચમાં 154 રન બનાવીને સતત ત્રણ સદી ફટકારી હતી. વિજય હજારે ટ્રોફીમાં ખેલાડી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી રહ્યો છે.

આઇપીએલ 2022માં તમામ વિરોધી ટીમો આ ખેલાડીની વિરુદ્ધ રણનીતિ બનાવશે. મહેન્દ્રસિંહ ધોનીને પર વિશ્વાસ છે કે આઇપીએલ 2022 ની ટ્રોફી જીતવા માટે આ ખેલાડી ખૂબ જ અગત્યનો છે. તમને જણાવી દઇએ કે ચેન્નઇ સુપરકિંગ્સે ઋતુરાજ ગાયકવાડને રિટેન કર્યો છે. CSKએ 6 કરોડ રૂપિયા આપીને ઋતુરાજ ગાયકવાડને જાળવી રાખ્યો છે.

ઋતુરાજ ગાયકવાડ એક વાર લયમાં આવ્યા પછી રનનો વરસાદ કરે છે. વિજય હજારે ટ્રોફીમાં ઋતુરાજ ગાયકવાડની બેટિંગથી અનુભવી દિગ્ગજ ખેલાડીઓ પ્રસન્ન થયા છે. મહેન્દ્રસિંહ ધોની અને રવિન્દ્ર જાડેજાને પડકાર આપીને આ ખેલાડી આઇપીએલ 2022 માં આગળ નીકળી શકે છે. ચેન્નઇ સુપરકિંગ્સમાં આવા ધૂરંધર ખેલાડીઓ હોવાના કારણે આઇપીએલ 2022 ટાઇટલ જીતવા માટે સૌથી વધારે દાવેદાર ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *