ધવન, રાહુલ કે ગાયકવાડ નહીં પરંતુ પ્રથમ વન-ડે મેચમાં આ ઘાતક ખેલાડી કરશે રોહિત શર્માની સાથે ઓપનિંગ…

સાઉથ આફ્રિકા પ્રવાસ પુર્ણ થયા બાદ ભારતીય ટીમ 6 ફેબ્રુઆરીના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝની શરૂઆત કરશે. આ ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થયા બાદ 16 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની ટી-20 સિરીઝ પણ રમવાની છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની બંને સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની પણ વાપસી થવાની છે. આફ્રિકા સામે ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા એવું ઇચ્છે છે કે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેઓ કોઇપણ હાલતમાં ભારતીય ટીમ જીતે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે.

ભારતીય ઓપનિંગ ખેલાડી તરીકે રોહિત શર્માનું સ્થાન નિશ્ચિત છે. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં કેએલ રાહુલ ઉપસ્થિત નથી. આ ઉપરાંત શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડ પણ કોરોના પોઝિટિવ હોવાને કારણે મેચમાંથી બહાર રહ્યા છે. આવી સ્થિતિમાં રોહિત શર્માની સ્થાને આ ઘાતક ખેલાડી ઓપનિંગ કરશે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

બીસીસીઆઇ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓપનિંગ ખેલાડી શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડનો રિપોર્ટ પોઝિટિવ આવવાને કારણે તેના સ્થાને મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડી રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. રોહિત શર્મા અને મયંક અગ્રવાલની જોડીએ ઘણી વખત મોટો સ્કોર બનાવ્યો છે.

મયંક અગ્રવાલે ભારતીય ટીમમાં ઓપનિંગ કરીને ઘણી વખત સારો સ્કોર બનાવ્યો છે. આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં પણ મયંક અગ્રવાલને સ્થાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ ખેલાડીએ આઇપીએલમાં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. જેના કારણે આ વર્ષે આઇપીએલમાં આ ખેલાડીને પંજાબ કિંગ્સ દ્વારા જાળવી રાખવામાં આવ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં કેએલ રાહુલ, ઋતુરાજ ગાયકવાડ અને શિખર ધવનની ગેરહાજરીમાં મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન આપીને ઓપનિંગ કરાવી શકે છે. આગામી વર્લ્ડકપની ધ્યાનમાં રાખીને ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે. તકનો લાભ ઉઠાવીને ઘણા ખેલાડીઓ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *