ધવન કે કિશન નહીં પરંતુ આ યુવા ખેલાડી પ્રથમ ટી-20 મેચમાં કરશે રોહિત સાથે ઓપનિંગ…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે તાજેતરમાં ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થઈ છે. આ સિરીઝમાં ભારતીય ટીમે ત્રણેય મેચમાં જબરદસ્ત વિજય પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત ત્રણ મેચોની ટી-20 સિરીઝનો પ્રારંભ 16 ફેબ્રુઆરીથી થવાનો છે. ત્રણ મેચોની આ ટી-20 સિરીઝ કોલકત્તાના ઈડન ગાર્ડન ખાતે રમવાની છે. આ સિઝનમાં ઘણા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.

સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હોવાને કારણે બહાર રહ્યો હતો. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં વાપસી થતાની સાથે જ સમગ્ર સિરીઝ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં પણ જીત હાંસલ કરવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં તે માટે મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરશે.

ભારતીય ઓપનિંગ બેટ્સમેનની વાત કરીએ તો કેએલ રાહુલ તાજેતરમાં ઈજાગ્રસ્ત થયો હોવાને કારણે આ સિરીઝમાંથી બહાર થયો છે. આ ઉપરાંત શિખર ધવનને પણ આ સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની સાથે આ ઘાતક ખેલાડી ઓપનિંગ કરી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં ભારતીય બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ રોહિત શર્માની સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. આ ખેલાડી ટૂંકા ફોર્મેટમાં બેટિંગ કરવા માટે ખૂબ જ માહેર છે. આ ઉપરાંત લાંબા શોર્ટ લગાવીને થોડા બોલમાં વધુ રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ ખેલાડીને ટી-20 ફોર્મેટમાં બાદશાહ માનવામાં આવે છે.

ઋતુરાજ ગાયકવાડે આઈપીએલમાં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમતા આ ખેલાડીએ ગત આઈપીએલની સિઝનમાં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ પોતાને નામે કરી હતી. આ ઉપરાંત ચેન્નઇ સુપરકિંગ્સે તાજેતરમાં આ ખેલાડીને પોતાની ટીમમાં જાળવી રાખ્યો છે. એકવાર લયમાં આવ્યા બાદ તે લાંબો સ્કોર બનાવી શકે છે.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં તક આપવામાં આવી શકે છે. આ તકનો લાભ ઉઠાવીને આ ખેલાડી ભારતીય ટીમમાં કાયમી સ્થાન બનાવી શકે છે. આ ખેલાડી લાંબા સમય સુધી ભારતીય ટીમમાં રમી શકે છે અને ટીમને પણ તેનો લાભ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *