ડેવિડ વોર્નર નહીં પરંતુ 26 વર્ષનો આ ઘાતક ખેલાડી બની શકે છે અમદાવાદની ટીમનો કેપ્ટન…

આઇપીએલ 2022 પહેલા મેગા ઓક્શન થશે. તે પહેલા દરેક ટીમે પોતાના રિટેન કરેલા ખેલાડીઓના લીસ્ટ જાહેર કરી દીધા છે. ઘણી બધી ફ્રેન્ચાઇઝી દ્વારા ઘણા બધા ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, રાશિદ ખાન, શ્રેયસ ઐયર, ડેવિડ વોર્નર જેવા દિગ્ગજ ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીઓ દ્વારા પડતા મૂકવામાં આવ્યા છે.

ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ધણા બધા સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરી તેઓને હરાજી પુલમાં ધકેલી દીધા છે. આવી સ્થિતિમાં બંને નવી ટીમો આગામી 25 દિવસમાં હરાજી પુલમાંથી ત્રણ-ત્રણ ખેલાડીઓ પસંદ કરી શકશે. જૂની 8 ફ્રેન્ચાઇઝીઓ દ્વારા કુલ 28 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે. જ્યારે તમામ ટીમોમાંથી ઘણા બધા સ્ટાર ખેલાડીઓ હરાજી પુલમાં સામેલ થઇ ચુક્યા છે.

દિલ્હી કેપિટલ્સની વાત કરવામાં આવે તો તેમણે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને 16 કરોડમાં રિટેન કર્યો છે. આ સિવાય પૃથ્વી શો, અક્ષર પટેલ અને એનરિચ નોર્ટજેને ફ્રેન્ચાઇઝીએ રિટેન કર્યા છે. જ્યારે શ્રેયસ ઐયર, શિખર ધવન, રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજ ભારતીય ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.

લખનઉ અને અમદાવાદની ટીમ મેગા ઓક્શન પહેલા ત્રણ-ત્રણ ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. બંને નવી ટીમો આ ત્રણ ખેલાડીઓમાં પોતાના સુકાનીની પણ પસંદગી કરે તેવી સંભાવના છે. મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓ દ્વારા જે ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા છે. તેમાં મોટાભાગના વિદેશી ખેલાડીઓ છે. પરંતુ જો ભારતીય ખેલાડીઓની વાત કરવામાં આવે તેમાં સૌથી પહેલું નામ શ્રેયસ ઐયરનું આવે છે.

તમને જણાવી દઇએ કે, આઇપીએલ 2022માં 8ને બદલે 10 ટીમો ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. કારણકે આઇપીએલ 2021 બાદ અમદાવાદ અને લખનઉ એમ બે નવી ટીમો ટી 20 લીગ સાથે જોડાઇ ગઇ છે. પરંતુ આ બંને નવી ટીમોના સુકાની કોણ હશે તેને લઇ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

નવી ફ્રેન્ચાઈઝી અમદાવાદ શ્રેયસ ઐયરને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે અને તેને સુકાની પદ સોંપવામાં આવી શકે છે કારણ કે શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સ આઇપીએલ 2020માં ફાઇનલ સુધી પહોંચી હતી. આ ઉપરાંત યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી અને ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓ અમદાવાદની ટીમ સાથે જોડાઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *