ચહલ નહીં પરંતુ આ બે ઘાતક ખેલાડીઓ બન્યા હારનું કારણ, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…
સાઉથ આફ્રિકા પ્રવાસ પર ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ જોવા મળ્યું છે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ હારી ગઇ હતી. તાજેતરમાં બીજી વન-ડે મેચમાં હાર મેળવ્યા બાદ ભારત વન-ડે સિરીઝ પણ હારી ગયું છે. ભારતીય ટીમ માટે સિરીઝ બરાબર કરવાની તક હતી. પરંતુ ખેલાડીઓના સતત ખરાબ પ્રદર્શનના કારણે હારનો સામનો કરવો પડ્યો છે.
આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં રોહિત શર્માની ગેરહાજરી હોવાને કારણે ભારતીય યુવા બેટ્સમેન કેએલ રાહુલને કેપ્ટન અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. કેએલ રાહુલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમને પહેલી બંને વન-ડે મેચમાં હારી મળી છે. રાહુલ કેપ્ટનશીપ સાંભળવામાં નિષ્ફળ સાબિત થયો છે.
બીજી વન-ડે મેચની હાર માટે ઘણા ભારતીય ખેલાડીઓ જવાબદાર છે. યુઝવેન્દ્ર ચહલે 10 ઓવરમાં 47 રનમાં એક વિકેટ ઝડપી હતી. ભારતીય બોલરો જ્યારે નિષ્ફળ જઇ રહ્યા હતા. ત્યારે ચહલે ભારતીય ટીમને વિકેટ અપાવી હતી. આ ખેલાડી હાર માટે જવાબદાર ગણાય નહીં. તો ચાલો જાણીએ કયા બે ખેલાડીઓ ભારતીય ટીમની હાર માટે જવાબદાર છે.
ભુવનેશ્વર કુમારની કારકિર્દી હવે ખતમ થવા તરફ જઇ રહી છે. બીજી વન-ડે મેચમાં ભુવનેશ્વર કુમારે 8 ઓવરમાં 67 રન આપ્યા હતા અને એક પણ વિકેટ મળી નહીં. ભુવનેશ્વર કુમાર ફરી એકવાર ફ્લોપ સાબિત થયો છે. જસપ્રીત બુમરાહ અને શાર્દુલ ઠાકુર આફ્રિકાના બેટ્સમેનો પર દબાણ બનાવી રહ્યા હતા ત્યારે ભુવીએ વધુ રન આપ્યા હતા. આ ખેલાડીના સ્થાને મોહમ્મદ સિરાજને તક આપવામાં આવી શકે છે.
ટીમ ઇન્ડિયાની હાર માટે શ્રેયસ ઐયર પણ જવાબદાર છે. મિડલ ઓર્ડરની તમામ જવાબદારી તેના પર રહેલી હતી. પરંતુ તે માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. જેના કારણે બેટિંગ લાઇનઅપ વેરવિખેર થઇ હતી. ટીમની તમામ અપેક્ષાઓ પર તેણે પાણી ફેરવી દીધું હતું. ત્રીજી વન-ડે મેચમાં આ ખેલાડીને સ્થાને સુર્ય કુમાર યાદવને તક મળી શકે છે.
આફ્રિકા સામેની પ્રથમ અને બીજી વન-ડે મેચમાં ભુવનેશ્વર કુમાર અને શ્રેયસ ઐયર બંને ફ્લોપ સાબિત થયા છે. ઘણા લાંબા સમય પછી આ બંને ખેલાડીઓને તક આપવામાં આવી હતી. પરંતુ તકનો લાભ ઉઠાવી શક્યા નહિ. આવી સ્થિતિમાં તેઓ બહાર થઈ શકે છે. ભારતીય ટીમ બીજી વન-ડે મેચ જીતીને સિરીઝની બરાબરી કરવા ઈચ્છતી હતી.