બુમરાહ નહીં પરંતુ આ ભારતીય બોલર મુરલીધરનનો 800 વિકેટ લેવાનો રેકોર્ડ તોડી શકે છે…

ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો ઘણા બધા રેકોર્ડ એવો હોય છે જેને તોડવા લગભગ નામુમકીન લાગી રહ્યા હોય છે. પરંતુ વર્તમાન સમયમાં કોઇ પણ રેકોર્ડ તોડવો અશક્ય નથી. ટેસ્ટ ક્રિકેટમાં આવો જ એક રેકોર્ડ શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે. મુરલીધરનના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે.

શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ છે. તેમણે નિવૃત્તિ લીધા બાદ હજી સુધી આ રેકોર્ડ આજ દિવસ સુધી કોઇ તોડી શક્યું નથી. આ સિવાય મુરલીધરનના નામે 350 વનડે મેચમાં 534 વિકેટ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ની વાત કરવામાં આવે તો તેના નામે 1300 થી પણ વધુ વિકેટ છે.

મુથૈયા મુરલીધરન તેના સમયનો એક વિશ્વવિખ્યાત બોલર હતો. આજે પણ વિશ્વ ક્રિકેટમાં તેની ચર્ચા કરવામાં આવે છે. તેના રેકોર્ડ્સ તોડવા લગભગ અશક્ય લાગી રહ્યા છે. પરંતુ હાલ ભારતીય ટીમમાં એક એવો ખેલાડી છે. જે મુરલીધરનના 800 વિકેટ લેવાના રેકોર્ડને તોડી શકે છે. તે ખેલાડી બુમરાહ નહીં પરંતુ રવિચંદ્રન અશ્વિન છે.

રવિચંદ્રન અશ્વિન પાસે એ બધી ક્ષમતાઓ છે જેનાથી તે મુરલીધરનનો આ રેકોર્ડ તોડી શકે છે. અશ્વિનમાં વિકેટ લેવાની ભૂખ જોવા મળે છે. તે હંમેશા વિકેટ માટે તત્પર રહે છે. તે પછી ઇંગ્લેન્ડ હોય ઓસ્ટ્રેલિયા હોય કે પછી ભારત હોય તે કોઇ પણ પરિસ્થિતિમાં બોલિંગ કરી વિકેટ ઝડપી શકે છે. આ ખેલાડી ભારતીય ટીમ સાથે છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલો છે અને સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.

અશ્વિનની વિકેટ લેવાની ભૂખને જોતા ઘણા બધા દિગ્ગજ ક્રિકેટરો ભવિષ્યવાણી કરી ચૂક્યા છે કે તે મુરલીધરનનો 800 વિકેટ લેવાનો રેકોર્ડ તોડી શકે છે. અશ્વિન હાલ 34 વર્ષનો છે. તે હજુ છ થી સાત વર્ષ સુધી ક્રિકેટ રમી શકે તેવી સ્થિતિમાં છે. તેની બેટિંગમાં કદાચ નબળાઇ આવી શકે છે. પરંતુ બોલિંગમાં તે દિવસે ને દિવસે નવા રેકોર્ડ બનાવી રહ્યો છે.

રવિચંદ્રન અશ્વિન અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં 427 વિકેટ ઝડપી ચુક્યો છે અને હજુ પણ તે ઝડપથી વિકેટ પોતાના નામે કરી રહ્યો છે. તેને જોતા એવું લાગી રહ્યું છે કે તે આગામી ચાર પાંચ વર્ષમાં મુરલીધરનના 800 વિકેટ લેવાના રેકોર્ડની નજીક પહોંચી શકે છે. એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે રવિચંદ્રન અશ્વિન ઓછામાં ઓછી 600 વિકેટ તો પોતાના નામે કરશે જ પરંતુ જો તે આ લયમાં બરકરાર રહેશે તો તે મુરલીધરનનો આ રેકોર્ડ પણ તોડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *