ભુવનેશ્વર કુમાર નહીં પરંતુ આ ઘાતક ખેલાડી બન્યો હારનું કારણ, માનવામાં આવે છે ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય…

ભારતીય ટીમને સાઉથ આફ્રિકા પ્રવાસમાં શરમજનક રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે ટેસ્ટ સીરીઝમાં 1-2થી હાર મળી હતી અને ત્યાર બાદ વન-ડે સિરીઝમાં 0-3થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. સમગ્ર પ્રવાસ દરમિયાન ભારતીય બેટ્સમેનો અને બોલરો તેના પ્રદર્શનમાં સતત નિષ્ફળ સાબિત થયા હતા.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માની ગેરહાજરીમાં કેપ્ટન તરીકેની જવાબદારી કેએલ રાહુલે સંભાળી હતી અને દરેક મેચની પ્લેઇંગ ઇલેવનમાં ઘણા ખેલાડીઓની ફેરબદલી પણ કરી હતી. ભારતીય કેપ્ટન કેએલ રાહુલ પોતાની કેપ્ટનશીપમાં સતત નિષ્ફળ સાબિત થયો છે. કેપ્ટનશીપ સાંભળવાને કારણે તે મેચમાં પણ કરી કમાલ કરી શક્યો નહીં.

ભારતીય ટીમને આફ્રિકા સામેની ત્રણ વન-ડે મેચમાં સતત હાર મળતી હોવાને કારણે ઘણા ખેલાડીઓ પર સવાલો ઉઠી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ ઘાતક ખેલાડીને તક મળતી નહોતી. આફ્રિકા સામેની સિરીઝમાં કેપ્ટન કેએલ રાહુલ દ્વારા તક આપવામાં આવી હતી પરંતુ તે સતત નિષ્ફળ સાબિત થયો. આવી સ્થિતિમાં આગામી સિરીઝમાં તેનું પત્તું કમાઇ શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ભારતીય ખેલાડી શ્રેયસ ઐયરને ઘણા લાંબા સમય પછી આફ્રિકા સામેની સિરીઝમાં તક આપવામાં આવી હતી. પરંતુ તે ખાસ કમાલ કરી શક્યો નહીં. પ્રથમ મેચમાં શ્રેયસ ઐયર 17 રન બનાવી શક્યો અને બીજી વન-ડે મેચમાં તે માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ ઐયર ભારતીય ટીમ માટે અગત્યનો ખેલાડી ગણાતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેના બેટથી રન નીકળી રહ્યા નથી.

ભારતીય મિડલ ઓર્ડરની તમામ જવાબદારી શ્રેયસ ઐયર પર હતી. પરંતુ તે ઓછા રન બનાવીને આઉટ થતા ટીમ ઇન્ડિયાનો મિડલ ઓર્ડર વેર વિખેર થઇ જતો હતો અને ભારતીય ટીમ લાંબો સ્કોર કરવામાં નિષ્ફળ જતી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમને સતત હાર મળી રહી હતી. આ ખેલાડી આગામી સિરીઝમાં બહાર થઇ શકે છે.

આફ્રિકા સામેની ત્રણેય વન-ડે મેચની હાર માટે ઘણા ખેલાડીઓ જવાબદાર છે. પરંતુ સતત ફ્લોપ સાબિત થવાને કારણે શ્રેયસ ઐયર મુખ્ય જવાબદાર ગણાય છે. ઘણા યુવા ખેલાડીઓ ભારતીય ટીમમાં પ્રવેશવા માટે બેન્ચ પર બેઠા છે. આવી સ્થિતિમાં ઐયરના સ્થાને કોઇ યુવા ખેલાડીને તક આપવામાં આવે તો તે સફળ સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *