ભુવનેશ્વર કુમારે નહીં પરંતુ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં આ ઘાતક ખેલાડીએ કાપ્યું મોહમ્મદ શમીનું પત્તું…

ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. આફ્રિકાના સેન્ચુરીયન ખાતે ટેસ્ટ મેચ જીતનારી પ્રથમ એશિયન ટીમ બની છે. ત્રણ ટેસ્ટ મેચોની આ સિરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વનડે સિરીઝનો પ્રારંભ થશે. બીસીસીઆઇ દ્વારા વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત પણ કરવામાં આવી છે.

આફ્રિકા સામેની વનડે સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને ઇજાને કારણે વનડે સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે આફ્રિકા સામેની વનડે સીરીઝમાં મોહમ્મદ શમીને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. મોહમ્મદ શમીની જગ્યાએ એક ઘાતક બોલરને ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી છે. આ ખેલાડી બુમરાહનો નવો પાર્ટનર બની શકે છે. આ બોલર મેચને પોતાના દમ પર ફેરવવા માટે જાણીતો છે. ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

આફ્રિકા સામેની વનડે સીરીઝમાં ભારતીય ટીમના બોલર મોહમ્મદ શમીના સ્થાને ઘાતક બોલર દિપક ચહરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સાઉથ આફ્રિકાની પીચો હંમેશા ઝડપી બોલરોને સપોર્ટ કરે છે. આવી સ્થિતિમાં દિપક ચહર તબાહી મચાવી શકે છે. તેની બોલિંગમાં ઘણી ધાર રહેલી છે. ધીમી બોલ પર વિકેટ લેવાની તેની આ કળાથી દરેક લોકો સારી રીતે વાકેફ છે.

દિપક ચહર આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમે છે. તેણે આઇપીએલ 2021માં 15 મેચોમાં 14 વિકેટ ઝડપી હતી. ચહરે તેની ધારદાર બોલિંગથી ઘણા બેટ્સમેનોને આઉટ કર્યા છે. તેની ધારદાર બોલિંગ સામે રમવું એ બેટ્સમેનો માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું. દિપક ચહર તેની આર્થિક બોલિંગ માટે જાણીતો છે. ડેથ ઓવરમાં તે કિલર સાબિત થાય છે.

દિપક ચહર ટી 20 ક્રિકેટમાં ભારત તરફથી હેટ્રીક લેનાર પ્રથમ બોલર છે. ચહરે બાંગ્લાદેશ સામેની મેચમાં 6 વિકેટ લઇને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં તે સારું પ્રદર્શન કરીને બુમરાહનો પાર્ટનર બની શકે છે. દિપક ચહર હાલ તેની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં તે આ તકનો લાભ ઉઠાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *