અશ્વિનના લીધે ચહલનું નહીં પરંતુ આ જાદુઇ સ્પિનરનું કરિયર થયું સમાપ્ત, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારતીય ટીમમાં પ્રવેશવા માટે તમામ ખેલાડીઓ ખૂબ મહેનત કરતા હોય છે. ટીમમાં સ્થાન મેળવ્યા પછી તેને જાળવી રાખવુ ખુબ જરૂરી છે. દર વર્ષે ઘણા ખેલાડીઓ ભારતીય ટીમમાં પ્રવેશ કરતા હોય છે. હાલમાં ચાલી રહેલી આફ્રિકા સામેની સિરીઝમાં પણ ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

ભારતીય ટીમમાં સ્પિનરોની વાત કરીએ તો અનિલ કુંબલે, હરભજન સિંહ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ ભારતીય ટીમ માટે હંમેશા સફળ સાબિત થયા છે. ભારતીય ટીમમાં સ્પિનરોની ભૂમિકા હમેશા મહત્ત્વપૂર્ણ રહી છે. સ્પિનરો ઝડપથી વિકેટ લઈને ભારતીય ટીમને જીત અપાવે છે.

ભારતીય સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિનની વાત કરીએ તો તે પોતાની ઘાતક બોલિંગ માટે દુનિયાભરમાં જાણીતો છે. સમગ્ર વિશ્વમાં તેણે પોતાનો ઝંડો લહેરાવ્યો છે. તેણે ભારતીય ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. આ ખેલાડીએ ટી 20 વર્લ્ડકપમાં ચાર વર્ષ બાદ વ્હાઇટ બોલ ક્રિકેટમાં વાપસી કરી હતી. તેણે ટીમમાં વાપસી થતાની સાથે જ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું.

ભારતીય ટીમમાં રવિચંદ્રન અશ્વિને પોતાનું સ્થાન નિશ્ચિત થયું છે. આવી સ્થિતિમાં કેપ્ટન વિરાટ કોહલીના સમયે ગેમ ચેન્જર બનેલા કુલદીપ યાદવની જગ્યા જોખમમાં જોવા મળી રહી છે. કુલદીપને ટી 20 વર્લ્ડ કપ અને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું નથી. અશ્વિનની વાપસી થતા આ ખેલાડીનું પુનરાગમન થવું મુશ્કેલ લાગી રહ્યું છે.

કુલદીપ યાદવ ઇજાના કારણે ટીમ ઇન્ડિયામાંથી પોતાનું સ્થાન કાયમી કરી શક્યો નથી. આ સ્પિનર પરથી પસંદગીકારોનો વિશ્વાસ ઉઠી ગયો છે. કોહલીની કેપ્ટનશિપમાં કુલદીપે ભારતને ઘણી મેચો જિતાડી છે. ચહલ અને કુલદીપની જોડી ઘણી હિટ રહી હતી. હવે કુલદીપના બોલમાં દમ રહ્યો નથી. આવી સ્થિતિમાં તેની કારકિર્દી પર તલવાર લટકતી જોવા મળી રહી છે.

કુલદીપ યાદવ આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમે છે. ઇજાના કારણે તેણે આઇપીએલ 2021ની એક પણ મેચ રમી ન હતી. કુલદીપે ભારત માટે 8 ટેસ્ટ મેચમાં 26 વિકેટ ઝડપી છે. પરંતુ હાલમાં રવિચંદ્રન અશ્વિનના સારા પ્રદર્શનના કારણે કુલદીપને સ્થાન મળવું અસંભવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *