અશ્વિન, પુજારા કે બુમરાહ નહીં પરંતુ આ ઘાતક ખેલાડી બનશે ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન…

ન્યૂઝીલેન્ડ સામેની ઘરેલુ સિરીઝમાં જીત્યા બાદ હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ અને વન-ડે સિરીઝ રમવા માટે પહોંચી ગઇ છે. આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝની શરૂઆત 26 ડિસેમ્બરથી થશે. તમને જણાવી દઇએ કે, આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ સીરીઝ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે.

આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો હતો. તમને જણાવી દઇએ કે ભારતીય ટીમ આફ્રિકા જવા પહેલા મુંબઇમાં ટ્રેનિંગ કેમ્પ માટે એકઠી થઇ હતી. જેમાં ટ્રેનિંગ દરમિયાન ટીમ ઇન્ડિયાના ઘાતક ઓપનર રોહિત શર્માને હાથના ભાગે ઇજા થઇ હતી. ઇજા વધારે હોવાને કારણે તે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઇ ગયો છે.

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. રોહિત શર્માને ટેસ્ટ સીરીઝમાં વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં તે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઇ ગયો છે હવે જોવાનું એ રહેશે કે આફ્રિકાના પ્રવાસે ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમની વાઇસ કેપ્ટનની જવાબદારી કોને સોંપવામાં આવે છે.

તમને જણાવી દઇએ કે છેલ્લા ઘણા સમયથી ભારતીય ટેસ્ટ ટીમની વાઇસ કેપ્ટનની જવાબદારી અજિંક્ય રહાણેએ સંભાળી હતી. પરંતુ તે હાલ ખૂબ જ ખરાબ સમય ચાલી રહ્યો છે. જેના કારણે તેની પાસેથી વાઇસ કેપ્ટનની જવાબદારી છીનવી લેવામાં આવી છે. તેના સ્થાને રોહિત શર્માને ભારતીય ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ તે ઇજાગ્રસ્ત થતાં હવે આ જવાબદારી અન્ય ખેલાડીને સોંપવામાં આવશે.

ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટનની જવાબદારી સિનિયર ખેલાડી રવિચંદ્રન અશ્વિનને સોંપવામાં આવી શકે છે. કારણ કે તેની પાસે ટેસ્ટ ક્રિકેટનો લાંબો અનુભવ છે અને તે એક ઘાતક ઓલરાઉન્ડર છે. તેથી તે બોલિંગની સાથે બેટિંગનું પણ નેતૃત્વ કરી શકે છે. આ સિવાય સિનિયર ખેલાડી ચેતેશ્વર પૂજારાને ભારતીય ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે પૂજારા પાસે પણ ટેસ્ટ ક્રિકેટનો લાંબો અનુભવ છે.

અશ્વિન અને પુજારા સિવાય જસપ્રીત બુમરાહને પણ ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકાય છે. બુમરાહ હંમેશા ભારતીય ટીમના બોલિંગ એટેકનું નેતૃત્વ કરતો નજરે આવે છે. તેથી જો તેને વાઇસ કેપ્ટન બનાવવામાં આવે તો ટીમને અવશ્ય ફાયદો થશે પરંતુ ભારતીય ટીમમાં હાલ એક એવો ખેલાડી છે જેને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. તેનું નામ કેએલ રાહુલ છે. રાહુલને ભારતીય ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવા માટે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

તમને જણાવી દઇએ કે હાલમાં જ રાહુલને વન-ડે ક્રિકેટમાં વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. તેથી રોહિત શર્માની ગેરહાજરીમાં તેને ટેસ્ટ ટીમમાં પણ વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી શકે છે. કેએલ રાહુલને ભારતીય ટીમનું ભવિષ્ય માનવામાં આવે છે. જો ભારતીય ટીમ લાંબા સમય માટે વિચારી રહી હોય તો તેને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *