અશ્વિન નહીં પરંતુ આ ઘાતક ખેલાડી કાપશે રવિન્દ્ર જાડેજાનું પત્તું! ભારતીય ટીમમાં મળ્યું સ્થાન…

તાજેતરમાં ભારતીય ટીમે આફ્રિકા સામે રમાઇ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતે આ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે. ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે. બીસીસીઆઇ દ્વારા વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત 30 ડિસેમ્બરના રોજ કરવામાં આવી છે.

આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. વર્લ્ડકપ 2023ને ધ્યાનમાં રાખીને ભારતીય મેનેજમેન્ટ ટીમ અત્યારથી જ યુવા ખેલાડીઓની પસંદગી કરી રહી છે. આ સિરીઝમાં પણ યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

ભારતીય ટીમમાંથી ઘણા દિગ્ગજ ખેલાડીઓ ઇજાને કારણે બહાર થયા છે. વાત કરીએ રવિન્દ્ર જાડેજાની તો તે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ ટીમમાંથી બહાર થયો છે. રવિન્દ્ર જાડેજાએ પોતાની બોલિંગ અને જોરદાર બેટિંગથી ભારત માટે ઘણી મેચો જીતી છે.

ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે. તેણે પોતાની ગુગલી વડે મોટા બેટ્સમેનોને આઉટ કર્યા છે. પરંતુ હાલમાં ટીમમાંથી બહાર થયો હોવાને કારણે તેના સ્થાને આ ખતરનાક ખેલાડી ટીમમાં પ્રવેશ્યો છે. આ ખેલાડી રવિન્દ્ર જાડેજાનું પત્તું કાપીને કાયમી સ્થાન બનાવી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે આ ખેલાડી વોશિંગ્ટન સુંદર છે. વોશિંગ્ટન સુંદર વિજય હજારે ટ્રોફીમાં પોતાની રમતથી બધાનું દિલ જીતી લીધું હતું. સેમિફાઇનલ મેચમાં આ ખેલાડીએ સૌરાષ્ટ્ર સામે 61 બોલમાં 70 રન બનાવ્યા હતા. તાજેતરમાં આફ્રિકા સામે જાહેર કરવામાં આવેલી ભારતીય વનડે ટીમમાં આ ખેલાડીને સામેલ કરવામાં આવ્યો છે.

આફ્રિકા સામેની વનડે સિરીઝમાં વોશિંગ્ટન સુંદર રવિન્દ્ર જાડેજાના સ્થાને જબરદસ્ત પ્રદર્શન કરીને કાયમી સ્થાન બનાવી શકે છે. આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજાની કારકિર્દી ખતરામાં મુકાઇ શકે છે. આફ્રિકા સામેની વનડે સિરીઝમાં વોશિંગ્ટન સુંદર ઉપરાંત રવિચંદ્રન અશ્વિન અને શિખર ધવનની પણ વાપસી થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *