અક્ષર પટેલે નહીં પરંતુ આ ઘાતક ખેલાડીએ કાપ્યું રવિન્દ્ર જાડેજાનું પત્તું…

ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ રમી રહી છે. ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વનડે સિરીઝનો પ્રારંભ થશે. વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

ભારતના સુપર સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પોતાની ઘાતક બોલિંગ અને જોરદાર બેટિંગના જોરે ટીમ ઇન્ડિયા માટે ઘણી મેચો જીતી છે. આ ખેલાડીને ભારતનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડી માનવામાં આવે છે. જાડેજાનો જાદુ દરેક મેદાન પર ચાલે છે. તે ફિલ્ડિંગમાં પણ માસ્ટર છે. જાડેજાની ચપળતા બધી મેચમાં જોવા મળતી હોય છે.

રવિન્દ્ર જાડેજાની ઉંમર 33 વર્ષ થઇ છે. તેની ઉંમરની અસર તેના ફોર્મ પર પડવા લાગી છે. જાડેજા ઇજાને કારણે ટીમમાંથી બહાર થયો છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ઇજાના કારણે તે બહાર થયો હતો. ત્યારબાદ ભારતીય ટીમમાં જોવા મળ્યો નથી. આવી સ્થિતિ આ ઘાતક ખેલાડી ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.

ભારતીય ખેલાડી વોશિંગ્ટન સુંદરે છેલ્લા ઘણા સમયથી સારું પ્રદર્શન કરીને બધાનું દિલ જીતી લીધું છે. વોશિંગ્ટન સુંદરે વિજય હજારે ટ્રોફીમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. સેમિફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર સામે 70 રન બનાવ્યા હતા. સુંદર બેટિંગની સાથે બોલિંગમાં પણ માસ્ટર છે. કોઇ પણ બેટ્સમેન માટે તેનો બોલ રમવો સરળ નથી. તે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે. સુંદરને સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે.

વોશિંગ્ટન સુંદર આઇપીએલમાં આરસીબી તરફથી રમે છે. જ્યારે આ ખેલાડી પોતાની લયમાં હોય છે. ત્યારે કોઇપણ બોલિંગ ઓર્ડરને તોડી શકે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સુંદરે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. જેમાં તેણે ચાર વિકેટ પણ લીધી હતી. તેની ઘાતક બોલિંગને જોઇને બેટ્સમેનો થરથર કાંપે છે. હવે આ ખેલાડીની વાપસીથી જાડેજાની કારકિર્દીને ગ્રહણ લાગી શકે છે.

રવિન્દ્ર જાડેજા તાજેતરમાં ઇજાને કારણે બહાર થયો છે. આવી સ્થિતિમાં તેના સ્થાને વોશિંગ્ટન સુંદર સારું પ્રદર્શન કરીને પોતાનું સ્થાન કાયમી બનાવી શકે છે. સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં તેને સામેલ કરવામાં આવ્યો છે અને મેચમાં પણ તક આપવામાં આવશે. આવી સ્થિતિમાં તે તકનો લાભ ઉઠાવીને સફળ સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *