અમદાવાદ કે લખનઉ નહીં પરંતુ આ ટીમ સાથે જોડાશે કેએલ રાહુલ, જલ્દી થશે જાહેરાત…
આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ બંને ટીમો જોડાઇને ટોટલ 10 ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આઇપીએલની 15મી સિઝનમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓને મેગા ઓક્શનમાંથી પસાર થવું પડશે. મેગા ઓક્શનનું આયોજન 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે.
મેગા ઓક્શન પહેલા જુની આઠ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ 30 નવેમ્બરના રોજ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે. મેગા ઓક્શનમાં તમામ ટીમો મનપસંદ ખેલાડીઓની પસંદગી કરી શકે છે. આ વર્ષે યોજાનાર મેગા ઓક્શન ઘણું રસપ્રદ રહેશે.
નવી ટીમની જાહેરાત બાદ ભારતીય ટીમના ઘણા સ્ટાર ખેલાડીઓના નામ અલગ અલગ રીતે ટીમો સાથે જોડવામાં આવી રહ્યા છે. આ સંબંધમાં બેંગ્લોરના 29 વર્ષીય સિનિયર ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ વિશે ચર્ચા ચાલી રહી છે કે તે લખનઉ ટીમનો કેપ્ટન બની શકે છે. પરંતુ અહેવાલો અનુસાર નવી બંને ટીમો માંથી એક પણ ટીમ સાથે રાહુલ જોવા મળશે નહીં.
પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલ અને અર્શદિપ સિંહને જાળવી રાખ્યા છે. પંજાબ કિંગ્સે રાહુલને જાળવી રાખ્યો નથી. ફ્રેન્ચાઇઝી તરફથી એવા ન્યુઝ મળ્યા હતા કે રાહુલ પંજાબ કિંગ્સ સાથે જોડાવવા ઇચ્છતો નથી. તે આ ટીમ તરફથી રમવા માગતો નથી. રાહુલ આઇપીએલની અન્ય ટીમ સાથે જોડાવા ઇચ્છે છે.
હાલમાં જ પંજાબ કિંગ્સના મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે રાહુલ કેપ્ટન તરીકે ફરીથી ટીમ સાથે જોડાશે. પરંતુ રાહુલે આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી. જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવા પણ સમાચાર સામે આવ્યા છે કે રાહુલ ફરી એકવાર પંજાબ કિંગ્સ સાથે જોડાશે. પંજાબ કિંગ્સની ફરી એકવાર રાહુલ કેપ્ટનશીપ કરતો નજરે આવી શકે છે.
જો પંજાબ કિંગ્સની મેનેજમેન્ટ ટીમ કેએલ રાહુલને મનાવી લેશે તો ફરી એકવાર પંજાબ તરફથી રમતો જોવા મળી શકે છે. તેણે ગયા વર્ષે પણ વિસ્ફોટક બેટિંગ કરીને જબરદસ્ત રન બનાવ્યા હતા. તેની કેપ્ટનશીપની કુશળતા અને શાનદાર બેટિંગને ધ્યાનમાં રાખીને પંજાબ કિંગ્સ તેને છોડવા માંગશે નહીં.