અમદાવાદ લાયન્સ નહીં પરંતુ આ નામે IPLમાં રમવા ઉતરશે હાર્દિક પંડયાની ટીમ…

આઇપીએલ 2022 પહેલા 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગ્લોરમાં ભવ્ય મેગા ઓક્શનનું આયોજન થવા જઇ રહ્યું છે. તે પહેલા દરેક ટીમોએ પોતાના રિટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દીધા છે. આ વર્ષે અમદાવાદ અને લખનઉની ટીમ ટી-20 લીગ સાથે જોડાવા જઇ રહી છે. આ બંને નવી ટીમોએ પણ પોતાના ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી કરી લીધી છે.

અમદાવાદની ટીમ ની વાત કરીએ તો તેમણે હાર્દિક પંડ્યાને સુકાની પદ સોંપ્યુ છે. તેણે હાર્દિક પંડ્યાને 15 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ સિવાય દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડી રાશીદ ખાનને પણ 15 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. કોલકાતા નાઇટ રાઇડર્સના ઓપનિંગ ખેલાડી શુભમન ગિલને 7 કરોડ રૂપિયા આપીને અમદાવાદની ટીમે પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

તમને જણાવી દઇએ કે, આઇપીએલના ઇતિહાસનું સૌથી મોટું ઓક્શન આ વર્ષે યોજાવાનું છે. જેમાં એક સાથે કુલ 10 ટીમો ભાગ લેવા જઇ રહી છે. બીસીસીઆઇ દ્વારા કુલ 590 ખેલાડીઓને તેના માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓ પર અહીં બોલી લગાવવામાં આવશે.

મેગા ઓક્શન પહેલા બંને નવી ટીમોએ પોતાની ટીમના નામ જાહેર કરી દીધા છે. લખનઉની ટીમનું નામ લખનઉ સુપર જાયન્ટ્સ રાખવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદની ટીમનું નામ અમદાવાદ ટાઇટન્સ રાખવામાં આવ્યું છે. આ બંને નવી ટીમોને આ વર્ષે આઇપીએલમાં જોડવામાં આવી છે.

આઇપીએલના મેગા ઓક્શન માટે તમામ ખેલાડીઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે. જેમાં કુલ 590 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કેટલાય વિદેશી અને દેશી ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જો આપણે ભારતીય ટીમના મોટા ખેલાડીઓની વાત કરીએ તો તેમાં ઘણા બધા મોટા નામો ઓક્શનનો ભાગ બનવા જઇ રહ્યા છે.

મેગા ઓક્શનમાં સૌથી મોટું નામ ભારતીય યુવા ખેલાડી શ્રેયસ ઐયરનું છે. શ્રેયસ ઐયરની પાછળ ઘણી બધી ટીમો જઇ શકે છે. તે આઇપીએલમાં એક સફળ કેપ્ટન રહી ચૂક્યો છે. જેની હાલ ઘણી બધી ટીમોને જરૂર છે. કારણ કે ઘણી બધી ટીમો પાસે પોતાનો કેપ્ટન નથી. આવી સ્થિતિમાં આ ખેલાડી પર મોટી બોલી લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *