કોહલી બાદ રોહિતે પણ ન રાખી દયા! આ ઘાતક ખેલાડીને કર્યો ટીમ ઇન્ડિયામાંથી બહાર…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે હાલ ત્રણ મેચોની વન-ડે સિરીઝની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ઘણા બધા યુવા ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય ટીમમાં રમવું દરેક ખેલાડીનું સપનું હોય છે. પરંતુ ઘણા બધા ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાં હોવા છતાં પણ તેને પ્લેઇંગ ઇલેવનનો ભાગ બનાવી શકતા નથી.

આપણે આ લેખમાં એવા જ એક ખેલાડી વિશે વાત કરવાના છીએ કે જે ભારતીય ટીમમાં હોવા છતાં પણ તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી રહ્યું નથી. રોહિત શર્માએ આ ખેલાડીને વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો નથી. વિરાટ કોહલીએ પણ તેની કેપ્ટનશીપમાં આ ખેલાડીને તક આપી ન હતી.

આ ઘાતક ખેલાડી મિડલ ઓવરોમાં વિકેટ લેવા માટે જાણીતો છે. પરંતુ રોહિત શર્માએ તેને ટીમમાં સ્થાન આપ્યું નથી. તમને જણાવી દઇએ કે આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ભારતીય બોલરો મિડલ ઓવરોમાં વિકેટો લેવામાં અસફળ રહ્યા હતા. જેના કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડયો હતો. જેને ધ્યાનમાં લઇને આ ખેલાડીને વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો તો છે પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવી રહ્યું નથી.

તમને જણાવી દઇએ કે આ ખેલાડી બીજું કોઇ નહીં પરંતુ ચાઇનામેન બોલર કુલદીપ યાદવ છે. કુલદીપ યાદવને વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં તક આપવામાં આવી નથી. ભારતીય પીચો હંમેશા સ્પિનરોને સપોર્ટ કરે છે. આવી સ્થિતિમાં પણ કુલદીપ યાદવને તક આપવામાં આવી નથી. તેના સ્થાને વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી છે.

કુલદીપ યાદવને ટી-20 વર્લ્ડકપ 2021માં પણ તક આપવામાં આવી ન હતી. કુલદીપ યાદવને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી પણ બહાર રાખવામાં આવ્યો હતો. હવે તો એવું લાગી રહ્યું છે કે પસંદગીકારો તેને ટીમમાં સામેલ તો કરી રહ્યા છે પરંતુ કેપ્ટન તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપતા નથી.

કુલદીપ યાદવ આઇપીએલમાં કેકેઆર તરફથી રમે છે. પરંતુ ઇજાને કારણે તે આઇપીએલ 2021ની એક પણ મેચ રમી શક્યો ન હતો. કુલદીપ યાદવ તેના ઘુંટણની ઇજાને કારણે ખૂબ જ પરેશાન છે. ગયા વર્ષે તેના ઘુંટણની સર્જરી થઇ હતી. ખરાબ ફોર્મ ઉપરાંત કુલદીપ યાદવ પણ ઇજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તેના ખરાબ પ્રદર્શનને જોતાં કેકેઆરની ટીમે તેને રિટર્ન પણ કર્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *