શમી-સિરાજની જરૂર નથી, દિલ્હીનો આ ઘાતક બોલર ટી-20 વર્લ્ડ કપમાં બનશે બુમરાહનો પાર્ટનર…

આ વર્ષે જૂનમાં ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે. આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત 1 મેના રોજ થઈ શકે છે. ભારતીય ટીમમાં બેટિંગ અને ઓલરાઉન્ડરને લઈને કોઈ સમસ્યા જણાતી નથી. પરંતુ ફાસ્ટ બોલિંગને લઈને હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. જસપ્રીત બુમરાહ સિવાય અન્ય કોઈ ફાસ્ટ બોલર માટે વર્લ્ડ કપ રમવું નિશ્ચિત જણાતું નથી.

ઈન્ડિયન પ્રીમિયર લીગ T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમની તસવીર બદલી શકે છે. આ T20 લીગ દ્વારા, ઘણા ખેલાડીઓ, ખાસ કરીને ઝડપી બોલરો, ભારતીય ટીમમાં પોતાનો દાવો દાખવી રહ્યા છે. જેમાં ખલીલ અહેમદ, અર્શદીપ સિંહ જેવા ફાસ્ટ બોલર સામેલ છે. ખલીલ અને અર્શદીપ બંને IPL 2024માં સારું પ્રદર્શન કરી રહ્યા છે અને પર્પલ કેપની રેસમાં જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલને પડકાર આપી રહ્યા છે.

દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે શુક્રવારે IPL 2024 માં મેચ રમાઈ હતી. જેમાં લખનઉના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ટીમને આ નિર્ણય પસંદ ન આવ્યો. દિલ્હી કેપિટલ્સના ઝડપી બોલર ખલીલ અહેમદે પાવરપ્લેમાં ઓપનર ક્વિન્ટન ડી કોક અને દેવદત્ત પડિકલની વિકેટ લઈને લખનઉને બેકફૂટ પર ધકેલી દીધી હતી.

આ સાથે ખલીલ અહેમદે આઈપીએલ 2024માં પોતાની વિકેટની સંખ્યા 9 કરી દીધી છે. ડાબા હાથના ઝડપી બોલર ખલીલે પાવરપ્લે દરમિયાન નવા બોલથી મોટાભાગની વિકેટો લીધી છે. હવે માત્ર જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ જ ટૂર્નામેન્ટમાં તેના કરતા વધુ વિકેટ લેવામાં સફળ રહ્યા છે. પંજાબ કિંગ્સના અર્શદીપ સિંહ અને ગુજરાત ટાઇટન્સના મોહિત શર્મા પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ બંનેએ અત્યાર સુધીમાં 8-8 વિકેટ લીધી છે.

મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત છે, જ્યારે મોહમ્મદ સિરાજ કંઈ ખાસ ફોર્મમાં જોવા મળી રહ્યો નથી. આવી સ્થિતિમાં ખલીલ અહેમદ અને અર્શદીપ સિંહનું શાનદાર પ્રદર્શન ટીમ ઈન્ડિયામાં તેમનો દાવો મજબૂત કરે છે. આવી સ્થિતિમાં મોહમ્મદ શમીની ગેરહાજરીમાં અને સિરાજના ખરાબ ફોર્મના કારણે આ બંને ખેલાડીઓને T20 વર્લ્ડ કપમાં સ્થાન મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *