હવે અંગ્રેજોની ખેર નહીં, રોહિતે રાતોરાત સરફરાઝ સહિત આ 3 ખેલાડીઓને બોલાવ્યા વિશાખાપટ્ટનમ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં 5 મેચોની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચમાં જ ભારતીય ટીમને હાલમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ મેચમાં જીત મેળવીને ભારતીય ટીમ પર દબાણ બનાવી રાખ્યું છે. તેઓએ હાલમાં 1-0ની લીડ પ્રાપ્ત કરી છે. હવે બીજી મેચ શરૂ થવાની છે પરંતુ આ પહેલા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા પ્રથમ મેચમાં હાર મળ્યા બાદ ઘણો ગુસ્સામાં જોવા મળ્યો હતો. તેણે બીજી મેચ માટે બદલાવો કરવાની જાહેરાત પણ કરી દીધી છે. તેણે રાતોરાત સરફરાઝ સહિત આ 3 સુપરસ્ટાર ખેલાડીઓને વિશાખાપટ્ટનમ બોલાવ્યા છે અને પ્રેક્ટિસ શરૂ કરાવી છે. બીજી મેચમાં તેઓને સ્થાન પણ આપવામાં આવશે. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર ક્રિકેટ કીપર બેટ્સમેન સરફરાઝ ખાનને તાત્કાલિક સામેલ કરવામાં આવ્યો છે. રાહુલની ઈજાને કારણે તે બીજી મેચમાં રમી શકે તેમ નથી. જેથી સરફરાઝને સ્થાન આપવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી સરફરાઝ ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત મોટા રેકોર્ડ બનાવતો જોવા મળ્યો હતો. હવે તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ હવે ધમાલ મચાવતો જોવા મળશે.

આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાની ઇજાને કારણે વોશિંગ્ટન સુંદરને સામેલ કરવામાં આવ્યો છે. સુંદર અત્યાર સુધી બોલિંગ અને બેટિંગ બંનેમાં ઘણો અગત્યનો સાબિત થયો છે. તે કોઈપણ સમયે ગેમ પલટો કરી શકે છે. બીજી તરફ તેના નામે અત્યાર સુધી ઘણા મોટા રેકોર્ડ પણ છે. આવી સ્થિતિમાં તેને હાલમાં વિશાખાપટ્ટનમ ખાતે પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. તે પણ રમતો જોવા મળશે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત ડાબા હાથના બેટ્સમેન સૌરભ કુમારને પણ સ્થાન આપવામાં આવ્યું છે. બેટિંગ લાઇનને મજબૂત કરવા માટે તેને સ્થાન મળ્યું છે.આ ત્રણેય ખેલાડીઓ હાલમાં ટીમ સાથે જોડાઈ ચૂક્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક વખત બદલાયેલી જોવા મળી છે. કોહલી જેવા ખેલાડીઓની ગેરહાજરીમાં નવા ખેલાડીઓને સ્થાન મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *