હવે સાઉથ આફ્રિકાની ખેર નહીં, સુર્યાએ મોહમ્મદ સિરાજ સહિત આ 3 ખેલાડીઓને તાત્કાલિક બોલાવ્યા સાઉથ આફ્રિકા…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલ 5 મેચોની ટી-20 સિરીઝ હાલમાં પૂર્ણ થઈ ચૂકી છે. હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાવાની છે. હાલમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓ સાઉથ આફ્રિકા ખાતે આવી પહોંચ્યા છે અને મેદાન પર પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. પ્રથમ મેચ પહેલા જ હાલમાં સૂર્યકૂમારે એક મહત્વનો નિર્ણય પણ લીધો છે.

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં આપણે જોયું હતું કે ઘણા નવા ચહેરાઓને આગામી વર્લ્ડકપ ધ્યાનમાં રાખીને સ્થાન આપવામાં આવ્યું હતું. તેઓ પોતાના પ્રદર્શનમાં સફળ પણ રહ્યા હતા. બીજી તરફ અત્યારથી જ બેકઅપ લાઈન મજબૂત તૈયાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હાલમાં સૂર્ય કુમારે સાઉથ આફ્રિકાને હરાવવા માટે સિરાજ સહિત આ 3 ખેલાડીઓને તાત્કાલિક સાઉથ આફ્રિકા બોલાવ્યા છે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કોણ કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ સિરાજને સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં હાલમાં સ્થાન આપવામાં આવ્યું છે. વર્લ્ડકપ પૂર્ણ થયા બાદ ઓસ્ટ્રેલિયા સામે તેને આરામ આપવામાં આવ્યો હતો પરંતુ હવે ફરી એક વખત તેને મેદાને ઉતારવામાં આવ્યો છે. તે પહેલેથી ટી-20 ફોર્મેટમાં જરૂરિયાતના સમયે વિકેટ અપાવતો જોવા મળ્યો છે. બીજી તરફ ઓછા રન પણ આપે છે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર સ્પિનર કુલદીપ યાદવને પણ સામેલ કરવામાં આવ્યો છે. તે પણ આ સિરીઝમાં રમતો જોવા મળશે. વર્લ્ડ કપ બાદ તે પણ આરામ કરતો જોવા મળ્યો હતો. હવે આગામી વર્લ્ડકપ પહેલા તેને ફરી એક વખત સેટ કરવામાં આવશે. ટૂંક સમયમાં તે પણ સાઉથ આફ્રિકા જવા રવાના થશે. પ્રથમ મેચમાં જ તે સાઉથ આફ્રિકાની ધડાધડ વિકેટ લેતા જોવા મળશે. ભારતીય ટીમને મોટો ફાયદો થઈ શકે છે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત ભારતીય સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગિલને હાલમાં સાઉથ આફ્રિકા બોલાવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે તેને આરામ આપવામાં આવ્યો હતો. હવે તે સતત વર્લ્ડ કપ સુધી રમતો જોવા મળશે. તે ઓપનિંગ કરશે તે નિશ્ચિત છે. આવી સ્થિતિમાં બેટિંગ લાઈનમાં પણ ફેરફારો જોવા મળશે. આ ત્રણેય ખેલાડીઓ ખૂબ જ મહત્વના સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *