હવે અંગ્રેજોની ખેર નહીં, રોહિતે 889 વિકેટ લેનાર આ ખેલાડીને તાત્કાલિક બોલાવ્યો હૈદરાબાદ, ઇંગ્લેન્ડ સામે અપાવશે જીત…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ 25 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે. અફઘાનિસ્તાન સામે જીત મેળવ્યા બાદ હવે ઇંગ્લેન્ડ સામે પણ જીત મેળવે તે માટે અત્યારથી જ પ્રેક્ટિસ સેશનો પણ શરૂ કરવામાં આવ્યા છે. રોહિત તમામ ખેલાડીઓ પર નજર રાખી રહ્યો છે. બીજી તરફ હાલમાં એક અન્ય જાહેરાત પણ કરવામાં આવી છે.

સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરીઝમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમને પ્રથમ મેચમાં જ હાર મળી હતી. ટીમ કોમ્બિનેશનમાં ઘણી નબળાઈ જોવા મળી હતી. બીજી તરફ ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત પણ હતા. આવી સ્થિતિમાં હવે ઇંગ્લેન્ડ સામે જીત મેળવવા માટે રોહિત શર્માએ ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. તેમાં તેણે હાલમાં 889 વિકેટ લેનાર આ ખેલાડીને સામેલ કરવાનો નિર્ણય પણ લીધો છે.

રોહિતે તાજેતરમાં જ 889 વિકેટ લેનાર આ ખેલાડીને તાત્કાલિક હૈદરાબાદ બોલાવ્યો છે. તે આજે ટીમ સાથે જોડાઈ ચૂક્યો છે અને ખેલાડીઓ સાથે વાતચીત કરી રહ્યો છે. આ ઉપરાંત પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. તેની પાસે ઘણો અનુભવ છે. જેથી તે એક જ હાથે ભારતને મેચ જીતાડી શકે છે. તેનામાં અન્ય આવડત પણ રહેલી છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રોહિતે તાજેતરમાં રવિ ચંદ્રન અશ્વિનને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં ફરી એક વખત સ્થાન આપ્યું છે. અત્યાર સુધી તેણે 889 વિકેટ લીધી છે અને ઘણા રન બનાવ્યા છે. તે એક મુખ્ય સ્પીકર તરીકે કોઈ પણ સમયે ગેમ પલટો કરી શકે છે. આ ઉપરાંત બેટિંગમાં પણ પોતાનો દાવો લગાવી શકે છે. તેના કારણે ઘણી મેચોમાં ભારતીય ટીમને ઘણો ફાયદો થયો છે.

અશ્વિન પહેલેથી ધોની, કોહલી અને રોહિત જેવા કેપ્ટનો માટે હુકમનો એક્કો સાબિત થયો છે. હાલમાં પણ તે મેચ વિનર બની રહ્યો છે. જેથી આ સિરીઝમાં તે કમાલ કરી શકે છે. શરૂઆતની મેચો ભારતીય ટીમના તમામ ખેલાડીઓ માટે ખૂબ જ અગત્ય પૂર્ણ સાબિત થવાની છે. હાલમાં તમામ ખેલાડીઓ મેદાન પરસેવો પાડતા પણ નજરે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *